મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ સગર્ભા મહિલાનું સારવાર દરમ્યાન રાજકોટમાં મોત


SHARE









મોરબીના જેતપર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ સગર્ભા મહિલાનું સારવાર દરમ્યાન રાજકોટમાં મોત

મોરબી તાલુકાના જેતપર ગામે વાડી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનની પત્નીએ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને રાજકોટ ખાતે સારવાર દરમિયાન તેનું મોત નીપજયું છે જેથી આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે રાજુભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા ખૂમસિંગ ધાણકના પત્ની મિતલબેન ધાણક (૨૦) એ ગત તા. ૧૮ ના રોજ રાત્રિના નવેક વાગ્યે પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ જેતપરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે મોરબી અને ત્યાંથી રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ બી.એ. ગઢવી ચલાવી રહ્યા છે અને વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મૃતતેને કોઈ સંક મહિલાને જે તે સમયે તેના પતિ સાથે બોલાચાલી થઈ હતી અને તેને લાગી આવતા તેણે ઝેરી દવા પી લીધી હતી અને આ મહિલાનો લગ્ન ગાળો બે વર્ષનો છે અને સંતાન નથી જો કે, તેને બે માસનો ગર્ભ હોવાનું જે તે સમયે ડોક્ટરે જણાવ્યુ હતું જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News