મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીના ઉમિયા માનવ મંદિરનું અયોધ્યાના રામ મંદિરની સાથે થયું લોકાર્પણ: સંતો-મહંતો, સાંસદ, માજી મંત્રી સહિતના હાજર રહ્યા


SHARE









મોરબીના ઉમિયા માનવ મંદિરનું અયોધ્યાના રામ મંદિરની સાથે થયું લોકાર્પણ: સંતો-મહંતો, સાંસદ, માજી મંત્રી સહિતના હાજર રહ્યા

ટંકારાના લજાઈ ખાતે નિર્માણ પામેલ ઉમિયા માનવ મંદિરનું અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે લોકાર્પણ કરવામાં આવેલ છે ત્યારે ઉમિયા માનવ મંદિરની સાથોસાથ ઉમાભવન, અન્નપૂર્ણા ભવન અને ઉમા પાર્ટી પ્લોટનું પણ લોકાર્પણ સંતો, મહંતો, સાંસદ, માજી મંત્રી અને સમાજ શ્રેષ્ઠીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું અને ત્યાં દરિદ્રનારાયણોની પધરામણી કરાવવામાં આવી હતી

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લજાઈ પાસે ભીમનાથ મહાદેવના સાનિધ્યમાં મોરબી જિલ્લાના કડવા પાટીદાર પરિવારના ૨૭૪ જેટલા નિરાધાર દરિદ્રનારાયણનો માટે ચોથી જુલાઈ- ૨૦૧૯ થી એંસી જેટલા રૂમ ધરાવતું ફાઈવ સ્ટાર હોટેલ જેવી સુવિધાઓ વાળું ઉમિયા માનવ સેવા ટ્રષ્ટ દ્વારા ઉમિયા માનવ મંદિર નિર્માણાધિન હતું. જેમાં દરેક રૂમમાં એ.સી.પ્રાર્થના હોલ પણ એસી જેમાં વડીલોને સત્સંગ કથા સાંભળવા માટે મોટી એલઈડી સ્ક્રીન,અન્નપૂર્ણા હોલમાં વડીલોને ભાવતા ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા,બે લાખ લિટર વરસાદી પાણીનો સંગ્રહ કરી દરિદ્રનારાયણનોને પીવા માટેની બેનમૂન વ્યવસ્થા, કેમ્પસમાં જ ઉગાડેલા વાવેલા શાકભાજી, ફળ-ફળાદી પુરા પડવાની વ્યવસ્થા તેમજ કેમ્પસની ઉમા ગૌશાળામાંથી જ છાસ,ઘી,દૂધ વગેરે પુરા પડવાની ઉત્તમ વ્યવસ્થા,પાંચ હજાર વૃક્ષો ધરાવતું,સરોવરના કિનારે ત્રીસ વિઘા જમીનમાં પંદર કરોડ રૂપિયાથી વધુ બજેટમાં તૈયાર થયેલા ઉમિયા માનવ મંદિરમાં કડવા પાટીદાર પરિવારના ૨૭૪ જેટલા દરિદ્રનારાયણોની સંતો, મહંતો સમાજ શ્રેષ્ઠીઓ, દાતાઓની ઉપસ્થિતમાં અયોધ્યા ખાતે મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે સાથે પધરામણી કરવામાં આવી હતી

આ પંચામૃત સમારોહમાં સમારોહના અધ્યક્ષ જેરામભાઈ વાંસજાળીયા (પ્રમુખ ઉમિયાધામ સિદસર)ના હસ્તે દિપ પ્રજ્વલન કરીને ડી.એલ.રંગપરિયા (મુખ્ય દાતા)નું સન્માન કરવામાં આવ્યું હતુ ગાંઠીલા અને સિદસર ધામના સમાજ શ્રેષ્ઠીઓ મુખ્ય મહેમાન રહ્યા.સતધામ સુરતનાના સતશ્રી, સ્વામી પ્રેમપ્રકાસદાસજી (સંસ્કારધામ-મોરબી), મહંત દામજી ભગત (નકલંક ધામ-બગથળા), મહંત સોહમદતબાપુ (ભીમનાથ મંદિર), સાંસદ મોહનભાઇ કુંડારિયા, માજી મંત્રી બ્રિજેશભાઇ મેરજા વગેરે હાજર રહયા હતા આ તકે ગોપાલભાઈ ચારોલા અને સંસ્થાના પ્રમુખ પોપટભાઈ કગથરાએ ઉમિયા માનવ મંદિરના નિર્માણની સફર વિષેની માહિતી આપી હતી અને ભારતીય સેનાના જ્વામર્દ સૈનિક હરભજનસિંહની દેશભક્તિ અને રાષ્ટ્રભકતિ વિશે વાત કરી હતી,પૂર્વ કલેકટર અને અગ્રણી રાજકીય હસ્તી બી.એચ.ઘોડાસરા તેમજ જેરામભાઈ વાંસજાળીયાએ માનવ મંદિરના નિર્માણને પોતાની આગવી શૈલીમાં ઉદબોધન કરતા વધાવી લીધું હતું અને ખુબજ મોટી સંખ્યામાં ઉપસ્થિત બહેનો અને ભાઈઓને નવી પેઢીને વ્યસનથી બચાવવાની શીખ આપી હતી. આ કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.




Latest News