મોરબી પાલિકાએ ધ્યાન ન આપતા સિનિયર સિટીઝનોએ હાથમાં ઉપાડ્યા કુહાડી, ત્રિકમ અને પાવડા !
મોરબી અજંતા-ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઇના પરિવારે સિદસર મંદિરે ધજા ચડાવી
SHARE
મોરબી અજંતા-ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઇના પરિવારે સિદસર મંદિરે ધજા ચડાવી
ઉમિયા માતાજી મંદિર "સિદસર" ખાતે મોરબીના ઉદ્યોગપતિ અજંતા-ઓરેવા ગ્રુપના સુપ્રીમો "પાટીદાર રત્ન" "પાટીદાર મહાપદ્મ" અને મહિલા સશક્તિકરણની મીશાલ એવા જયશુખભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની શ્રીમતી મૃદુલાબેન દ્વારા ઉમિયા માતાજીની આરતી અને મંદિરે ધજા ચડાવવામાં આવી હતી
મોરબીના ઉદ્યોગપતિ અજંતા-ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયશુખભાઈ પટેલ હાજર રહેલ હતા સાથે સાથે ભાલોડીયા પરિવારના જેઠાભાઈ, વસંતભાઈ, રાધવજીભાઈ, રમેશભાઈ, અંબારામભાઈ સહિત સંપૂર્ણ ભાલોડીયા પરિવારે હાજરી આપેલ હતી અને કરસનભાઈ આદ્રોજા, દિનેશભાઈ મારડિયાએ ફેમિલી સહિતનાએ આ પ્રસંગમાં હાજરી આપેલ હતી. તેમજ માતાજી મંદિરના ટ્રસ્ટીઓ બાબુભાઈ ઘોડાસરા, જેરામભાઈ, જયેશભાઈ પટેલ, ચીમનભાઈ સાપરિયા સહિતના હાજર રહેલ હતા. તાજેતરમાં છેલ્લા બે વર્ષથી "સીદસર" ખાતે માતાજીના આ પવિત્ર સંસ્થાનમાં ૧૫થી ૨૦ કરોડ જેટલો ખર્ચ કરીને મંદિરની ભવ્યતામાં અલૌકિક વધારો કરવામાં આવેલ છે અને રિવરફ્રન્ટ, ગાર્ડન, શોપિંગ મોલ, પાર્કિંગ જેવા અદભુત ડેવલોપમેન્ટના કાર્યો કરવામાં આવેલ છે પાટીદાર રત્ન અજંતા-ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયશુખભાઈ પટેલ દ્વારા સમસ્ત કડવા પાટીદાર સમાજને હાર્દિક અપીલ કરવામાં આવેલ છે કે નવરાત્રિના શુભ પ્રસંગે અથવા અનુકૂળતાના સમયે "સિદસર" ખાતે જગજનની મા ઉમિયાના આશીર્વાદ લેવા દરેકે અવશ્ય આવવું જોઈએ