મોરબી અજંતા-ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઇના પરિવારે સિદસર મંદિરે ધજા ચડાવી
મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની જહેમતથી શિક્ષકોના ઉચ્ચત્તર પગાર ધોરણની દરખાસ્ત રાતોરાત તૈયાર કરાઇ
SHARE
મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની જહેમતથી શિક્ષકોના ઉચ્ચત્તર પગાર ધોરણની દરખાસ્ત રાતોરાત તૈયાર કરાઇ
મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તા ૧૧ ના રોજ ગાંધીનગર ખાતે મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોમાં ઉચ્ચત્તર પગાર ધોરણ મંજૂર કરાવવાની દરખાસ્ત રજૂ કરવાની છે. તેના માટે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ એસ.દેથરિયા અને મહામંત્રી દિનેશભાઈ આર.હુંબલ સહિતનાએ રજૂઆત કરી હતી જેને ધ્યાને લઈને રાતોરાત કામગીરી કરવામાં આવી હતી
મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ અગાઉ મિટિંગમાં ગયા હતા અને તેના પિતાની તબિયત નાદુરસ્ત હોવાથી તે વતનમાં ગયા હતા અને શિક્ષણ શાખામાં કામગીરી સંભાળતા કર્મચારી પણ રજા પર હોય મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોની ઉચ્ચત્તર પગાર ધોરણ મંજૂર કરવા અર્થેના હુકમોની કામગીરી થયેલ નહીં. ત્યારે મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોની ઉચ્ચત્તર પગારની દરખાસ્ત ગાંધીનગર રજૂ થઈ શકે તેવા કોઈ સંજોગો નહિ જણાતા, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને ઉપસ્થિત થયેલ પ્રશ્નનું યોગ્ય રીતે નિરાકરણ લાવવા કહેવામા આવ્યું હતું અને લેખિત રજૂઆત કરવામાં આવેલ હતી. જેના પરિણામ સ્વરૂપ જિલ્લા પંચાયતના પ્રમુખઅને જિલ્લા વિકાસ અધિકારીએ યોગ્ય નિરાકરણ કરીને શનિવારના રોજ કચેરીમાં રજા હોવા છતાં અને કચેરીમાં કામગીરી સંભાળતા કર્મચારીને બોલાવીને જિલ્લાના શિક્ષકોના હુકમો તૈયાર કરવાની કામગીરી કરી હતી