મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની જહેમતથી શિક્ષકોના ઉચ્ચત્તર પગાર ધોરણની દરખાસ્ત રાતોરાત તૈયાર કરાઇ
મોરબીમાં સ્ટાફના અભાવે વિધવાઓને સમયસર પેન્શન ન મળતું હોવાની રાવ
SHARE
મોરબીમાં સ્ટાફના અભાવે વિધવાઓને સમયસર પેન્શન ન મળતું હોવાની રાવ
મોરબીની સરકારી કચેરીઓમાં અપુરતા સ્ટાફના લીધે સરકારી કામો સમયસર ન થતા હોવાનું વારંવાર સાંભળવા મળે છે.દરમિયાન મોરબીમાં સ્ટાફના અભાવે વિધવાઓને સમયસર પેન્સન ન મળતું હોવાની ફરિયાદ અહિંના જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલ છે.
ગુજરાતમાં વિધવાઓ પરેશાન ન થાય અને તેઓનો જીવનનિર્વાહ બરોબર ચાલે તે માટે વિધવાઓને પેન્શન સરકાર દ્રારા પેન્સન આપવામાં આવે છે.પરંતુ આ વાતમાં ગંભીર ફરિયાદો જોવા મળે છે.અહિંના જાગૃત નાગરીક પી.પી.જોષીના જણાવ્યા પ્રમાણે વિધવાઓને પેન્શન કેવી મેળવી શકાય તે અંગે પૂરતી માહિતી આપવામાં આવતી નથી તેમજ જ્યારે પણ તેઓ ઓફિસે જાય છે ત્યારે તેઓને ઓફિસે અનેક વખત ધક્કા થાય તેવા છે.આ બાબતે વધુમાં તેઓના જણાવ્યા પ્રમાણે ઓફિસ ખાતે જઈને સેવાસદને તપાસ કરતા વિધવાઓની કામગીરી ચાલે છે તે ઓફિસમાં પૂરતો સ્ટાફ જ નથી..! અને પૂરતો સ્ટાફ ન હોવાના લીધે અને ઓફિસમાં એક જ વ્યક્તિ દ્વારા આ કામ થતું હોવાને લીધે અરજીઓનો સમયસર નિકાલ થતો નથી. અરજદાર પાસે એકએક કાગળ મંગાવવામાં આવતા હોવાના લીધે અરજદાર કંટાળી જાય છે અને મોંઘાદાટ ભાળા ખર્ચીને સેવા સદન ખાતે ધક્કા ખાવા છતાં પણ વિધવા બેહનોના કામ થતાં નથી આ બાબતે મામલતદાર જાડેજા સાથે તેઓએ વાત કરતા આ પ્રશ્નનો વહેલી તકે નિરાકરણ લાવવામાં આવશે તેવી ખાતરી આપી છે.ગુજરાત સરકારે અસંખ્ય યોજનાઓ લોકોના લાભાર્થે ચાલુ કરી છે તે રીતે જ મહિલા પેન્શન માટેની પણ યોજનાઓ વિધવા બહેનો માટે આશીર્વાદ સમાન છે.પરંતુ સરકારી કચેરીઓમાં અધિકારીઓ સહિત અપૂરતા સ્ટાફને લીધે તેમજ જે અધિકારીઓ કાર્યરત છે તેઓની બેદરકારીના લીધે સરકારી યોજનાઓનો લાભ જે તે લાભાર્થી પ્રજાજન સુધી પહોંચી શકતો નથી તે રીતે વિધવાઓને પણ સમયસર તેઓનું વિધવા પેન્શન સમયસર મળતું નથી.જેમાં તંત્રની બેદરકારી હોવાના કારણે વિધવાબહેનોએ હાલાકી ભોગવવી પડે છે જે ગંભીર બાબત છે.આ માટે સરકારી કચેરી બદનામ ન થાય તે માટે સમયસર પેન્શન મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તે પણ જરૂરી છે.વધુમાં પી.પી.જોષીના જણાવ્યા પ્રમાણે વિધવા પેન્શનને લગતા કોઇપણ પ્રશ્નો હોય તો તેઓના મોબાઈલ નં.૯૨૨૮૭ ૨૪૧૮૦ ઉપર સંપર્ક કરવા જણાવાયેલ છે જેથી કરીને તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય.