મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીમાં મંત્રીના હસ્તે માહિતી કચેરીના સ્ટાફનું કરાયું સન્માન


SHARE









મોરબીમાં મંત્રીના હસ્તે માહિતી કચેરીના સ્ટાફનું કરાયું સન્માન

મોરબી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે જિલ્લા માહિતી કચેરીના વીડિયોગ્રાફર ભરતભાઈ ફુલતરીયા તેમજ ફોટોગ્રાફર પ્રવીણભાઈ શનાળિયાનું પ્રચાર-પ્રસારની શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું. માળીયા તાલુકાના ખાખરેચી ખાતે યોજાયેલા ૭૫માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે શ્રેષ્ઠ કામગીરી કરનાર કચેરીઓ, અધિકારી/કર્મચારી, નાગરિકો તથા સંસ્થાઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સરકાર દ્વારા તાજેતરમાં ચલાવેલ ‘સ્વચ્છતા એજ સેવા અભિયાન’ અને ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા અભિયાન’ અને ‘મારી માટી મારો દેશ અભિયાન’ અન્વયે પ્રચાર પ્રસારની ઉત્તમ કામગીરી, રાજ્યપાલ, કેબિનેટ મંત્રી, રાજ્યકક્ષાના મંત્રીઓ સહિતના મહાનુભાવોની મોરબી જિલ્લાની મુલાકાત દરમિયાન પ્રચાર-પ્રસારની શ્રેષ્ઠ કામગીરી બદલ મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે પ્રશસ્તિ પત્ર એનાયત કરી વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું હતું.




Latest News