મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીની ન્યુ ઓમ શાંતિ માસુમ ભારતી અને સરસ્વતી શિશુ મંદિર ખાતે પ્રજાસત્તાક પર્વ ઉજવાયું


SHARE









મોરબીની ન્યુ ઓમ શાંતિ માસુમ ભારતી અને સરસ્વતી શિશુ મંદિર ખાતે પ્રજાસત્તાક પર્વ ઉજવાયું

મોરબી ખાતે ૭૫ માં સ્વાતંત્ર પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.વિવિધ સરકારી કચેરીઓની સાથે સાથે ખાનગી અને સરકારી શાળાઓમાં પણ દબદબાભર્યા કાર્યક્રમો યોજાયા હતા.જેમાં મોરબીના સનાળા રોડ ઉપર સરદાર બાગની સામે આવેલ ન્યુ ઓમ શાંતિ વિદ્યાલય તથા માસુમ વિદ્યાલય તેમજ સનાળા ગામ પાસે આવેલ સરસ્વતી શિશુ મંદિર ખાતે અને સામાકાંઠે આવેલ જાણીતી ભારતીય વિદ્યાલય ખાતે દબદબાભેર સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે પ્રજાસત્તાક પર્વ ઉજવાયો હતો.જેમાં રામ જન્મ ભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાનમાં રાખીને ભગવાન રામને લગતી કૃતિઓ પણ રજુ કરાઈ હતી જેમને સર્વેએ ઉત્સાહભેર વધારી હતી.

ન્યુ ઓમશાંતિ વિધાલય-માસુમ વિધાલય

પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે મોરબી ઓસેમ ગૃપ દ્વારા સંચાલિત ન્યુ ઓમશાંતિ વિધાલય તથા માસુમ વિધાલયનો સંયુક્ત સ્પોર્ટ્સ ડે તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં કે.જી. થી ધો. ૧૨ સુધીના વિધાર્થીઓ માટે પ્રાચિન રમતોનો રમતોત્સવ તથા રાષ્ટ્રભાવના જાગૃત કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ અવસરે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી સુમંતભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કર્યુ હતું ત્યારે ટ્રસ્ટી સહિતના હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રિન્સિપાલ સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

ભારતી વિધાલય

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી ભારતી ખાતે ઉત્સાહ પૂર્વક  પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબીમાં આવેલ ૐ ઓર્થોપેડિકના ડો.ચિન્મયભાઈ ત્રિવેદીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, વિહિપના પુષ્પરાજસિંહ જાડેજા, ડો.આશિષભાઈ ત્રિવેદી, પત્રકાર જિગ્નેશભાઈ ભટ્ટ, સામાજિક કાર્યકર વિશ્વરાજસિંહ જાડેજા, મોરબી બાર એસો.ના પ્રમુખ દિલિપભાઈ અગેચાણીયા, ઘનશ્યામસિંહ ઝાલા, પ્રફુલાબેન કોટેચા, હેતલબેન (અનસ્ટોપેબલ), ધનશ્યામભાઈ સંઘાણી, કિશોરભાઈ જાની, જયેશભાઈ મહેતા, નરેશભાઈ રાઠોડ, શાળા પ્રમુખ હિતેશભાઇ મહેતા સહિતના હાજર રહ્યા હતા અને મહાનુભાવોના હસ્તે વિધાર્થીઓને ઇનામ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા.

સરસ્વતી શિશુ મંદિર

૭૫ મો ગણતંત્ર દિવસ ગઇકાલે ઠેરઠેર ઉજવાયો છે ત્યારે શનાળા ગામે આવેલ શિશુ મંદિર શાળામાં પણ ધ્વજવંદન સહિતના કાર્યક્રમ યોજાયા હતા તે સમયે મુખ્ય મહેમાન ડો. દીપકભાઈ અઘારા (મંગલમ હોસ્પિટલ)એ જણાવ્યું હતું કે, આવનારો સમય ભારતનો છે અને વિદ્યાર્થીઓ ભારતનું ભવિષ્ય છે જેથી કરીને તેમને જેમાં રૂચિ હોય તે ક્ષેત્રમાં આગળ વધવા માટેની તક આપવી જોઈએ વધુમાં તેમણે છેલ્લા વર્ષોમાં દેશમાં જે કામ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું છે તેને ધ્યાને રાખીને તેઓની ખુબ પ્રશંસા કરી હતી તો વિદ્યાલયના આચાર્ય ધરતીબેન અઘારાએ ભારતના બંધારણથી ભારતીય નાગરિકોને મળેલા હકો અને ફરજોની માહિતી આપી હતી આ કાર્યક્રમમાં વિદ્યાલય ટ્રસ્ટના પ્રમુખ ડો. બાબુભાઈ અઘારા, વિદ્યાલયના વ્યવસ્થાપકો વિજયભાઈ ગઢીયા, દિપકભાઈ વડાલીયા, પરેશભાઈ મોરડીયા તથા વિદ્યાલયના નિયામક શ્રી સુનિલભાઈ પરમાર સહિતના હાજર રહ્યા હતા.




Latest News