મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા સંઘ અગ્રણી ડો. જયંતીભાઈ ભાડેસીયાનું સોસાયટી દ્વારા કરાયું સન્માન, યુવા ભાજપ દ્વારા તિરંગા રેલી


SHARE









મોરબીમાં રહેતા સંઘ અગ્રણી ડો. જયંતીભાઈ ભાડેસીયાનું સોસાયટી દ્વારા કરાયું સન્માન, યુવા ભાજપ દ્વારા તિરંગા રેલી

મોરબીના વતની અને સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંચાલક ડો.જયંતીભાઈ ભાડેસીયા તથા તેઓના પત્નીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહેવા માટે આમંત્રણ મળ્યું હોય તેઓએ ત્યાં શુભ અવસરમાં હાજર રહ્યા હતા અને તેઓ આ મહોત્સવમાંથી પરત ફરતા તેઓની સોસાયટી વિસ્તારના લોકો દ્વારા તેઓને સન્માન કરાયું હતું.તે રીતે જ પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લા યુવા જીલ્લા ભાજપના પ્રમુખ સાગરભાઇ સદાતીયાની આગેવાનીમાં બાઈક રેલી યોજાઇ હતી.તેમજ માધાપર વાળી ખાતે પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી.

ડો.જયંતિભાઈ ભાડેસિયાનું કરાયું સન્માન

તાજેતરમાં અયોધ્યા ખાતે રામ મંદિર તથા શ્રી રામલલ્લાની પુન: પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમમા મોરબીમાં નવા બસસ્ટેશન સામે આવેલ સરકારી કર્મચારી સોસાયટીના કારોબારી સભ્ય તથા આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો.જયંતિભાઈ ભાડેસિયા અને તેઓના પત્નીને આમંત્રણ આપવામાં આવ્યું હતું જેથી તેઓ ત્યાં ગયા હતા અને કાર્યક્રમનો લાભ લીધેલ હતો અને ત્યાંથી પરત આવ્યા ત્યારે સરકારી કર્મચારી સોસાયટીના તમામ સભ્યોએ સહપરિવાર હાજર રહી સોસાયટીના સભ્યો વતી પ્રમુખ રોહિતભાઈ કંઝારીયા તથા મંત્રી પ્રધ્યુમનસિંહ ઝાલાએ શાલ ઓઢાડી તેમજ હારતોરા કરીને સ્વાગત કરીને સન્માન કર્યું હતું.

યુવા ભાજપ દ્વારા તિરંગા બાઇક રેલીનુ આયોજન

મોરબી શહેર યુવા ભાજપ દ્વારા મોરબીમાં તિરંગા બાઇક રેલીનુ આયોજન કરવામાં આવ્યૂ હતું જેમાં મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ સાગરભાઈ સદાતિયા, મોરબી શહેર યુવા મોરચા પ્રમુખ જયદીપભાઈ કંડીયા, મહામંત્રી શકિતભાઈ તથા યોગિરાજસિંહ તેમજ રાજકોટ જિલ્લા યુવા મોરચા પ્રભારી મહાવીરસિંહ તેમજ જિલ્લા અને શહેર યુવા મોરચાના હોદેદારો હાજર રહ્યા હતા. અને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી રેલી શરૂ કરીને બાપા સીતારામ ચોક કેનાલ રોડ થઈને ઉમિયા સર્કલ પાસે પૂરી કરવામાં આવી હતી ત્યારે ભારત માતા કી જય અને જય શ્રી રામના નારા યુવાનોએ લગાવ્યા હતા.

માધાપરવાડી શાળા

૭૫ માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સમગ્ર રાષ્ટ્રની સાથોસાથ મોરબીની માધાપરવાડી કુમાર શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં અલ્પાબેન ભરતભાઈ ડાભી નામની વાડી વિસ્તારની સૌથી વધુ ભણેલી દિકરીના હસ્તે રાષ્ટ્ધ્વજ લહેરાવાયો હતો અને સરપંચ ડો.ગણેશ નકુમના હસ્તે આ દિકરીનું સન્માન કરાયું હતુઁ ત્યારબાદ માધાપરવાડી કુમાર અને કન્યા શાળાના બાળકોએ દેશભક્તિનો સાંસ્ક્રુતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો ત્યારે માધાપર ઓ.જી. ગ્રામ પંચાયતના સરપંચ જે પોતે વ્યવસાયે તબીબી છે અને તેઓ માધાપરવાડી શાળામાં ભણ્યા હતા જેથી કરીને શાળાનું ઋણ ચૂકવવા હાલ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની નિઃશુલ્ક સારવાર કરવાની જાહેરાત કરી હતી. આ તકે ગત વાર્ષિક પરીક્ષામાં બંને શાળા ધો ૩ થી ૮ માં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાનું સન્માન કરાયું હતું. આ કાર્યક્રમનું સંચાલન અનિલભાઈ સરસાવાડિયાએ કર્યું હતું.

મોરબી જિલ્લા કલેકટરે રાષ્ટ્રીય મતદાતા દિન નિમિત્તે બેસ્ટ બીએલઓ હિનાબેન સદાતિયાનું સન્માન કર્યું

મોરબી,ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા અને લોકસભા તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણી માટે મતદારયાદી બનાવવા, નવા મતદારોના નામ ઉમેરવા તેમજ કમી કરવા,સ્થળાંતર થયેલાને એમના વિસ્તારમાં ઉમેરવા, ઓનલાઈન કરવા અપડેટ કરવા વગેરે કાર્યો કરવા માટે બુથ લેવલ ઓફિસર BLO ની નિમણુંક કરેલ હોય છે એ મુજબ ૬૫-મોરબી વિધાનસભા સીટ પર ૨૯૯ જેટલા બીએલઓ ની નિમણુંક કરેલ છે જેમાં મોરબીની કલ્યાણ વજેપર પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષકા હિનાબેન ખોડાભાઈ સદાતીયાને વર્ષ ૨૦૨૩-દરમિયાનની બેનમૂન કામગીરીને ધ્યાનમાં લઈ  ૬૫-મોરબીના 230 નંબર બુથના બેસ્ટ બુથ લેવલ ઓફિસરનો જિલ્લાનો એવોર્ડ પ્રાપ્ત થતા કલેકટર જી.ટી.પંડ્યાએ રાષ્ટ્રીય મતદાતા દિન નિમિત્તે સન્માન પત્ર અર્પણ કરી સન્માન કર્યું હતું.




Latest News