મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં કવાર્ટર પાસે રમતા રમતા પાણીની ડોલમાં પડી જતાં બાળકી સારવારમાં


SHARE













મોરબી નજીક કારખાનામાં કવાર્ટર પાસે રમતા રમતા પાણીની ડોલમાં પડી જતાં બાળકી સારવારમાં

મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામ પાસે આવેલ કારખાનાના લેબર કવાર્ટર પાસે રમતા રમતા પાણીની ડોલમાં એક વર્ષની બાળકી પડી ગઈ હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે જેતપરના સામુહિકા આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હોવાનું જાણવા મળેલ છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામ પાસે આવેલ લેમિકોન પ્લાન્ટ ખાતે રમતા રમતા કોઈ કારણોસર સંજનાબેન સુરેશભાઈ પટેલ (૧) નામની બાળકી પાણીની ડોલમાં ડૂબી ગઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ જેતપર ગામે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાંથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની આગળની વધુ તપાસ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામ પાસેથી ટ્રક લઈને રાજસ્થાનના અલવર ખાતે રહેતો સુનિલ દર્શનલાલ રાજપુત (૨૫) ટ્રક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર પીપળી ગામ નજીક ટ્રક પલટી મારી ગયો હતો જેથી અકસ્માતના બનાવમાં યુવાનને ઇજા થઈ હતી જેથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આગળની વધુ તપાસ જશપાલસિંહ ઝાલા જણાવી રહ્યા છે

ઝેરી દવા પીધી

મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ પટેલ બોર્ડિંગ નજીક રહેતા રાજુભાઈ સુરસિંગ (૪૦) નામના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ચાર ગોડાઉન પાસે રહેતા જામંગ દિલુભા નારણભા (૪૦) નામનો યુવાન મોરબીમાં શક્તિ ચોક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતના બનાવમાં તેને ઇજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતો મુસ્તાક હાસમભાઇ કલાડિયા (૪૫) નામનો યુવાન મોરબીમાં સુપર ટોકીઝ પાસેથી કામ ઉપરથી પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતના બનાવમાં તેને ઈજા થઈ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવેલ છે






Latest News