મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

વાંકાનેરના જામસર-મોરબી તાલુકા શાળા-૨ માં વાલી મીટીંગ સહિતના કાર્યક્રમો યોજાયા


SHARE









વાંકાનેરના જામસર-મોરબી તાલુકા શાળા-૨ માં વાલી મીટીંગ સહિતના કાર્યક્રમો યોજાયા

મોરબી જિલ્લાની વાંકાનેર તાલુકાની જામસર સીએસસીની શ્રી જામસર તાલુકા શાળામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભારત સરકારના શિક્ષા મંત્રાલયના "બેટી બચાવો બેટી પઢાવો" ફ્લેગશીપ કાર્યકમને વેગ આપવા તથા કન્યા કેળવણીને પ્રોત્સાહન મળી રહે તે માટે સુચારૂ આયોજન કરવામાં આવ્યું હતું અને ગામની CWSN દીકરી દેલવાડિયા દેવું અશોકભાઈના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું અને તે દીકરીને જામસર  સીઆરસી કો.ઓર્ડીનેટર ચૌહાણ નરેન્દ્રસિંહ એસ. ના હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો જેમાં ગામના સરપંચ, એસએમસી કમટી સભ્યો અને ગ્રામજનો હાજર રહ્યા હતા ત્યારે વાલી સંમેલન પણ કરવામાં આવ્યું હતું જામસર તાલુકા શાળાના આચાર્ય સોલંકી વિનોદભાઈના માર્ગદર્શન થકી  શાળાના  શિક્ષકો અને વિદ્યાર્થીઓએ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આવી જ રીતે મોરબીની તાલુકા શાળા નં. ૨ માં ૨૬ મી જાન્યુઆરી નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળામાં ભણી ગયેલ દીકરીના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતુ. તથા નવી જન્મેલ દીકરીઓના માતા પિતાનુ સન્માન, વકતૃત્વ, નાટક, સંવાદ, નૃત્ય, એકપાત્ર અભિનય સહિતના કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ છેલ્લે વાલી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતુ. તમામ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો તથા બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.




Latest News