મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ કોંગ્રેસ રાજીવ ગાંધી પંચાયતી રાજ સમિતિના પ્રમુખનું કર્યું સન્માન


SHARE









મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ કોંગ્રેસ રાજીવ ગાંધી પંચાયતી રાજ સમિતિના પ્રમુખનું કર્યું સન્માન

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ રાજીવ ગાંધી પંચાયતી રાજ સમિતિના પ્રમુખ તરીકે મોરબીના લડાયક આગેવાન કે.ડી. બાવરવાની કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે વરણી કરવામાં આવેલ છે ત્યારે મોરબીના શનાળા રોડે આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યલય ખાતે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતિભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કે.ડી. બાવરવાનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં મોરબી જિલ્લાના કોંગ્રેસનાં આગેવાનોએ જણાવ્યુ હતુ કે, ગુજરાત પ્રદેશ રાજીવ પંચાયતી રાજ સંગઠનના પ્રમુખ તરીકે મોરબી જિલ્લાના કોંગ્રેસનાં આગેવાન કે.ડી. બાવરવાની નિમણૂક કરવામાં આવેલ છે. જે મોરબી જિલ્લા કોંગ્રેસ માટે ગૌરવની વાત છે આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા કોગ્રેસના પ્રમુખ જયંતિભાઈ પટેલ, જિલ્લા કોગ્રેસના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરૂ, મોરબી તાલુકા કોગ્રેસના પ્રમુખ કે.ડી. પડસુંબીયા, માળિયા તાલુકા કોંગ્રેસના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ વિડાજા, તાલુકા પંચાતના વિરોધ પક્ષના નેતા અશોકભાઈ કૈલા, પ્રદેશ પ્રવકતા દેવેન્દ્રસિંહ જાડેજા, બક્ષીપંચ જિલ્લા  પ્રમુખ રાજુભાઈ આહીર, એલ.એમ.કંઝારિયા, સેવાદળ પ્રદેશ મંત્રી રમેશભાઈ આહીર, તાલુકા યુવા પ્રમુખ મિલન સોરિયા, શૈલેષ સંઘાણી, ભરતભાઈ વ્યાસ, મનસુખભાઈ પટેલ, લલિતભાઈ કાસુંદ્રા, મુળુભાઈ આહીર, રઘુભાઈ કંઝારીયા, અલ્પેશભાઈ કોઠીયા, રમણીકભાઈ, ચેતનભાઈ એરવાડીયા, મુસ્તાક સુમરા, જાનમામદભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા




Latest News