મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વડીલો પાર્જિત જમીન બાબતે વૃદ્ધને માર મારીને મારી નાંખવાની ધમકી આપનારા ભત્રીજાની ધરપકડ


SHARE







મોરબીમાં વડીલો પાર્જિત જમીન બાબતે વૃદ્ધને માર મારીને મારી નાંખવાની ધમકી આપનારા ભત્રીજાની ધરપકડ

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે ક્લિનિકના ઉદઘાટનમાં ગયેલા વૃદ્ધને તેના ભત્રીજા દ્વારા વડીલો પાર્જિત જમીનના ભાગની સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે તેમ કહીને બોલાચાલી કરીને ગાળો આપી હતી તેમજ ફડાકો મારીને ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ ભરેલા વૃદ્ધ દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે.જેના આધારે પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હુમલાખોરની ધરપકડ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના એસપી રોડ ઉપર ઇડન ગાર્ડન સોસાયટી એફ ટાવર ફ્લેટ નંબર ૭૦૧ માં રહેતા મૂળ હળવદ તાલુકાના જુના દેવડીયા ગામના રહેવાસી ઈશ્વરલાલ અમરશીભાઈ ભોરણીયા જાતે પટેલ (૬૩) એ થોડા દિવસો પહેલા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના સગા ભત્રીજા શાંતિલાલ રતિલાલ ભોરણીયાની સામે ફરિયાદ નોંધાવી હતી કે,  મહેન્દ્રનગર ચોકડી પાસે તેમના સંબંધીના ક્લિનિકના ઉદ્ઘાટનમાં તેઓ ગયા હતા ત્યાં ઉદ્ઘાટનમાંથી તેઓ તેમના ઘર તરફ જતા હતા ત્યારે આરોપી શાંતિલાલ ભોરણીયાએ તેની પાસે આવીને કહ્યું હતું કે આપણી વડીલો પાર્જિત જમીનના ભાગની સમસ્યાનું ક્યારે નિરાકરણ આવશે તેમ કહીને ફરિયાદી વૃદ્ધ સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ફડાકો મારીને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વૃદ્ધે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે.ડાંગર દ્વારા આરોપી શાંતિલાલ રતિલાલ ભોરણીયા (૪૮) રહે.હાલ ઉમા ટાઉનશીપ મોરબી-૨ મૂળ રહે.હળવદની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

અકસ્માત બનાવવામાં ધરપકડ

મોરબી તાલુકા પોલીસ મથકની હદ વિસ્તારમાં થોડા સમય પહેલા અકસ્માત બનાવ બન્યો હતો.જે બનાવમાં એક વ્યક્તિનું મોત નિપજયુ હતું અને તેમાં નોંધાયેલ ફરિયાદમાં તપાસ અધિકારી તાલુકા પીએસઆઇ બી.એમ.બગડા તથા રાઇટર વાસુદેવ સોનગ્રા દ્વારા અકસ્માત સર્જનાર પ્રતાપ ઉર્ફે દિપક નવીનચંદ્ર મઢુઆલ જાતે ખંડાઈન (ઉમર ૨૮) રહે.હાલ કોરલ વિટ્રીફાઈડ જુના રફાળેશ્વર રોડ સામાકાંઠે મોરબી-૨ મૂળ રહે.ઓરિસ્સા વાળાની ફેટલના ગુનામાં આઇપીસી કલમ ૩૦૪(અ) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
 
મહિલા સારવારમાં
મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલા કોઠારીયા ગામે રહેતા રસિકબા પ્રવીણસિંહ ઝાલા નામના ૪૦ વર્ષીય મહિલાને વાહન અકસ્માતમાં ઇજા થતા મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે રસિકબા બાઇકના પાછળના ભાગે બેસીને જતા હતા.ત્યારે રસ્તામાં તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ઇજા પામેલ હાલતમાં અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને અહીં સારવાર આપીને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલે લઈ જવાયા હતા જે બાબતે એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલે બનાવની નોંધ કરીને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.





Latest News