મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીની વાવડી ચોકડી પાસેથી લાકડા ભરેલો શંકાસ્પદ ટ્રક પકડાયો, પોલીસે જંગલ ખાતાને જાણ કરી


SHARE







મોરબીની વાવડી ચોકડી પાસેથી લાકડા ભરેલો શંકાસ્પદ ટ્રક પકડાયો, પોલીસે જંગલ ખાતાને જાણ કરી

મોરબી એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે વાવડી ચોકડી પાસેથી શંકાસ્પદ જણાતો ટ્રક નીકળ્યો હતો અને તેને અટકાવીને તપાસ કરતાં તેમા લાકડા ભરેલા હોય અને તેના આધાર કે બિલ પુરાવા માંગતા ડ્રાઇવર ગલ્લા તલ્લા કરવા લાગ્યો હોય હાલ વાહન અને લાકડા જપ્ત કરીને આ અંગે આગળની તપાસ માટે જંગલ ખાતામાં જાણ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ એ.વી.પાતાળિયા તેમજ સ્ટાફના રામદેવસિંહ જાડેજા, શક્તિસિંહ પરમાર અને અન્ય સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે મોરબીની વાવડી ચોકડી પાસેથી શંકાસ્પદ જણાતો ટ્રક નંબર જીજે ૧૪ એટી ૫૫૮૪ નીકળ્યો હતો અને તેને અટકાવીને તેમાં સર્ચ કરવામાં આવતા ટ્રકમાં લાકડા ભરેલા હોય શંકા જતા ટ્રકના ડ્રાઇવર રમેશ બચુભાઇ સોલંકી જાતે કોળી (૪૨) રહે.સાપુર તા.વંથલી જિલ્લો જુનાગઢ વાળા પાસે તેના ટ્રકમાં ભરવામાં આવેલા લાકડાના બિલ આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા.જે તેની પાસે ન હોય હાલમાં બે લાખની કિંમતનો ટ્રક તથા રૂપિયા એક લાખની કિંમતના લાકડા ગણીને કુલ રૂ.ત્રણ લાખની કિંમતનો મુદામાલ કલમ ૧૦૨ હેઠળ જપ્ત કરવામાં આવ્યો હતો અને શક પડતી મિલ્કત જપ્ત કરીને તેની આગળની તપાસ એટલે કે લાકડા ક્યાંથી લાવવામાં આવ્યા છે.? અને કયાં લઇ જવાના છે..? અને તે કાયદેસર છે કે કેમ..? તે ચકાસવા માટે પોલીસ વિભાગ દ્વારા આ અંગે જંગલ ખાતાને જાણ કરવામાં આવેલ છે.જેના તપાસ રીપોર્ટ બાદ આગળની કાર્યવાહી થશે તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.

વાહન અકસ્માતમાં યુવાન ઈજાગ્રસ્ત

કચ્છના ભચાઉ પાસે આવેલ જંગી વિસ્તારમાં રહેતા સલીમ ઉમરભાઈ કુંભાર નામના ૧૯ વર્ષના યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.તે ગત તા.૨૪ ના રોજ સાંજે ૭:૩૦ વાગ્યે બાઈક લઈને જુના સામખયારીથી લલીયાણા રોડ ઉપરથી જતો હતો ત્યારે તેના બાઈક સાથે અન્ય બાઇક અથડાતા વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જે બનાવમાં તેને ઇજાઓ થતા ઇજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.તે રીતે જ કચ્છના ભચાઉ પાસે આવેલ બલિયાણા ગામે રહેતા દેવેન્દ્રસિંહ દશુભા જાડેજા નામના ૨૧ વર્ષના યુવાનને પણ વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.ગત તા.૨૪ ના સાંજે ૭:૩૦ વાગ્યાના અરસામાં તે બાઈક લઈને જતો હતો.ત્યારે તેનું બાઈક સામખીયાળી-લલીયાણા રોડ ઉપર અજાણી જગ્યાએ કોઈ અજાણ્યા વાહન ચાલક સાથે અથડાયું હતું.જેમાં જમણા પગ અને ખભાના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં દેવેન્દ્રસિંહ જાડેજાને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા સંભવતઃ આ બંને અકસ્માત બનાવોમાં ઈજા પામેલ વ્યક્તિઓ સામસામા બાઈકમાં અથડાયા હોય તેવું હાલ સામે આવ્યું છે.






Latest News