મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના રાષ્ટ્રીય-રાજ્યના એવોર્ડી શિક્ષકોના પ્રશ્નો હલ કરવા ધારાસભ્ય-સાંસદ સભ્યોને રજુઆત


SHARE









મોરબી જિલ્લાના રાષ્ટ્રીય-રાજ્યના એવોર્ડી શિક્ષકોના પ્રશ્નો હલ કરવા ધારાસભ્ય-સાંસદ સભ્યોને રજુઆત

ગુજરાતમાં રાષ્ટ્રીય અને રાજ્ય એવોર્ડી શિક્ષકોનું ફેડરેશન વર્ષ - ૧૯૯૫ થી કાર્યરત છે, એવોર્ડી ટીચર્સ ફેડરેશન શૈક્ષણિક અને સામાજિક બાબતોમાં વર્ષોથી પોતાનું ઉત્તરદાયિત્વ ખુબજ સારી રીતે નિભાવી રહ્યું છે,મોરબી જિલ્લામાં મહામહિમ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ દ્વારા સન્માનિત ઘણા બધા શિક્ષકોની સાથે સામેલ રજુઆત અન્વયે  ગુજરાત રાજ્યના વિવિધ શૈક્ષણિક કાર્યક્રમો, પ્રોજેક્ટો અને વિવિધ પરીક્ષાઓમાં એવોર્ડી શિક્ષકોની સેવા લેવાય, ગુજરાત રાજ્યની નિગમની  તમામ પ્રકારની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરી માટે અમલ થાય, ગુજરાતની બસ જ્યાં જ્યાં જાય ત્યાં સુધી મુસાફરીનો લાભ મળવો જોઈએ હાલ લોકલ,એક્સપ્રેસ અને ગુર્જર નગરી બસોમાં જ સુવિધાઓ મળે છે.મંડળને સરકાર તરફથી માન્યતા મળે.એવોર્ડી ટીચર્સને એક વધારાનો ઈજાફો આપવામાં આવે એ બધી એમની પડતર માંગણીઓ,પડળતર પ્રશ્નો હલ કરવા મોહનભાઈ કૂંડારિયા સાંસદ રાજકોટ, કેસરીદેવસિંહ ઝાલા રાજ્યસભાના સાંસદ, દુર્લભજીભાઈ દેથરીયા ધારાસભ્ય ટંકારા-પડધરી,કાંતિભાઈ અમૃતિયા ધારાસભ્ય મોરબી-માળિયા વગેરેને રજૂઆત કરી હતી,રજુઆતમાં દિનેશભાઈ વડસોલા, કમલેશ દલસાણીયા, દિનેશભાઈ ભેંસદડિયા, વિજયભાઈ દલસાણીયા, હર્ષદભાઈ મારવણીયા,જીતેન્દ્ર પાંચોટીયા,રમેશભાઈ પટેલ, શૈલેષભાઈ કાલરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.




Latest News