મોરબીમાં બે યુવાન ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં વધુ ચાર આરોપીની ધરપકડ
મોરબીના યદુનંદન પાર્કમાં પોલીસકર્મીના ભાઇના ઘરમાંથી ૨૫૨ બોટલ દારૂ-૬૦ બીયર સાથે એક શખ્સની ધરપકડ
SHARE
મોરબીના યદુનંદન પાર્કમાં પોલીસ કર્મચારીના ભાઇના ઘરમાંથી ૨૫૨ બોટલ દારૂ અને બીયરના ૬૦ ટીન મળી આવતા હાલમાં એક શખ્સની ધરપકડ કરાયેલ છે.
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ યદુનંદન પાર્ક-૧ માં રહેણાંક મકાનની અંદર દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી.જેના આધારે પોલીસે ત્યાં ઘરમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૨૫૨ બોટલો તથા ૬૦ બિયરના ટીન મળી આવ્યા હતા.જેથી કરીને રૂા.૧,૦૫,૭૨૦ ની કિંમતનો મુદામાલ પોલીસે સ્થળ ઉપરથી કબ્જે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એએસઆઇ રાજદીપસિંહ રાણાને મળેલ બાતમી આધારે મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ યદુનંદન પાર્ક-૧ માં રહેતા મહિપતસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજાના ઘરમાં દારૂની રેડ કરવામાં આવી હતી.ત્યારે તેના રહેણાંક મકાનમાંથી દારૂની જુદી-જુદી બ્રાન્ડની કુલ મળીને ૨૫૨ બોટલો મળી આવતા પોલીસે દારૂ તથા ૬૦ બીયરના ટીન આમ કુલ મળીને રૂા.૧,૦૫,૭૨૦ ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબ્જે કર્યો હતો અને સ્થળ ઉપરથી મળી આવેલા મહીપતસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા જાતે દરબાર (ઉમર ૨૮) રહે.શનાળા રોડ યદુનંદન પાર્ક-૧ મોરબી મૂળ રહે.પીઠળ તા.જોડીયા જી.જામનગરની ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સની પાસેથી મળી આવેલ દારૂ-બિયરનો જથ્થો તે કોની પાસેથી લાવ્યો હતો..? અને કોને આપવાનો હતો..? તે દિશામાં હવે પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે દારૂના ઉપરોક્ત જથ્થા સાથે પકડાયેલ ઈસમ માળિયા મીંયાણા પોલીસ મથક ખાતે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીના નાના ભાઈ હોવાનું સામે આવ્યું છે.
ફિનાઇલ પીધું
મોરબીના રામકૃષ્ણનગરમાં રહેતો રૂપેશ ધનજીભાઈ લાલુકિયા (૩૦) નામનો યુવાન કોઈ કારણોસર પોતે પોતાના ઘરે હતો ત્યારે ફિનાઈલ ગયો હતો જેથી કરીને તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની આગળની વધુ તપાસ એચ.એમ.મકવાણા ચલાવી રહ્યા છે.
ઇલેક્ટ્રીક શૉટ
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા મહેકબેન અકબરભાઈ મોવર (૧૨) નામની બાળકી પોતે પોતાના ઘરે હતી ત્યારે કોઈ કારણોસર અકસ્માતે તેને ઘરે ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને તે બાળકીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ એચ.એમ.મકવાણા ચલાવી રહ્યા છે
અકસ્માતમાં ઇજા
મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ ઇરોજ સિરામિક કારખાનામાં રહેતો ચિત્રંજનદાસ (૪૪) નામનો યુવાન બાઇક લઈને શોભેશ્વર રોડ ઉપરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે કોઈ અજાણી રિક્ષાના ચાલકે તેને ટક્કર મારતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં યુવાનને ઇજાઓ થઇ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ રાજેશભાઈ ડાંગર ચલાવી રહ્યા છે.