મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે તાલુકા શાળામાં ભારત વિકાસ પરિષદ દ્વારા કુમારિકા સ્વાસ્થ્ય શિબિર યોજાઇ


SHARE









મોરબીના રવાપર ગામે તાલુકા શાળામાં ભારત વિકાસ પરિષદ દ્વારા કુમારિકા સ્વાસ્થ્ય શિબિર યોજાઇ

ભારત વિકાસ પરિષદ મોરબી શાખા અને આઈ.એમ.એ. મોરબી તથા એમ.ઓ.જી.એસ. દ્વારા કુમારિકાઓ માટે એક સ્વાસ્થ શિબિરનું આયોજન રવાપર તાલુકા શાળા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં કુમારિકાઓને  નિઃશુલ્ક હિમોગ્લોબીન તપાસ કરીને દવા આપવામાં  આવી હતી. આ શિબિરમાં ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના અધ્યક્ષ ડો. જયેશભાઈ પનારા એ સમતોલ અને પૌષ્ટિક આહાર કેવી રીતે લેવો તેની માહિતી તથા એમ.ઓ.જી.એસ.ના  ડો ભૂમીબહેન ઝાકાસણિયાએ બહેનોમાં એનિમિયા કેવી રીતે થાય છે તેની અસર અને તેના ઉપાયો વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના સચીવ હિંમતભાઈ મારવાણિયા, કાર્યક્રમ સંયોજક હિરેનભાઇ ધોરીયાણી તથા રાકેશભાઈ મેરજા ઉપસ્થિત રહયા હતા. અને રવાપર તાલુકા પ્રાથમિક શાળાના આચાર્ય હિરેનભાઈ ધોરિયાણી અને શિક્ષકો ફુલતરિયા નયનાબહેન, પટેલ કલ્પનાબેન તેમજ બરસરા મુકેશભાઈ વગેરે  ઉપસ્થિત  રહી  બાળાનો ઉત્સાહ વધાર્યો  હતો, આઈ.એમ.એ. મોરબી તથા  ડો વિરલ લહેરુ પેથોલોજી લેબ. વાળાએ બાળાઓની નિ:શુલ્ક લોહીનું  પરીક્ષણ કરી આર્થિક સહયોગ આપેલ હતો આ કાર્યક્રમની અંતમાં ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવ્યો  હતો




Latest News