મોરબીના સામાકાંઠે બાઈક સાથે કાર અથડાતા ઇજા પામેલ યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો
મોરબીવાસીઓની સમસ્યાઓનો અંત-સુવિધાઓમાં ઉમેરો થશે: સાંસદ, ધારાસભ્યો, માજી મંત્રી, ચેમ્બર ઓફ કોમર્સ સિરામિક ઉદ્યોગ
SHARE
મોરબીવાસીઓની સમસ્યાઓનો અંત-સુવિધાઓમાં ઉમેરો થશે: સાંસદ, ધારાસભ્યો, માજી મંત્રી, ચેમ્બર ઓફ કોમર્સ સિરામિક ઉદ્યોગ
ગુજરાત સરકારનું ચાલુ વર્ષનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં મોરબીને મહાપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે જેથી કરીને સ્થાનિક લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે ત્યારે શાસક પક્ષ અને વિપક્ષ દ્વારા સરકારની આ જાહેરાતને વધાવવામાં આવી છે અને આ નિર્ણય માટે સાંસદ, ધારાસભ્ય, માજી મંત્રી તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સહિતનાઓએ સરકારને અભિનંદન આપેલ છે
રાજ્યના નાણામંત્રી કનુભાઈ પટેલે બજેટ રજૂ કર્યું તેમાં મોરબી સહિત આઠ પાલિકાને મહાપાલિકા બનાવવાની જાહેરાત કરેલ છે ત્યારે મોરબીમાં રહેતા રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ સંયુક્ત નિવેદનમાં અગાઉ સરકારમાં રજૂઆત કરી હતી અને સરકારે હકારત્મક અભિગમ સાથે સ્વીકારી હતી અને હાલમાં મહાપાલિકા આપવા બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરીને મોરબી વિકસિત નગરી બનશે તેવી લાગણી વ્યક્ત કરેલ છે
મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યુ છે કે, મોરબી નગરપાલિકાનું સ્ટેટસ અપગ્રેડ કરી કોર્પોરેશન (મહાનગરપાલિકા) આપવામાં આવ્યું છે ત્યારે મોરબીએ પોતાના વિવિધ ઉદ્યોગોને લઈને વૈશ્વિક ઓળખ ધરાવતું ઐતિહાસિક શહેર છે. એક વખત સૌરાષ્ટ્રનું પેરીસ મોરબી ગણાતું હતું છેલ્લા વર્ષોથી મોરબીનો ખૂબ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. અને કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની અનેક ગ્રાન્ટ અને યોગ્ય માર્ગદર્શન મળતું હોવા છતાં અમલીકરણની ઉદાસીનતાને લઈને મોરબીના નાગરિકોને પાયાની સુવિધાઓ મળતી નથી કોઇપણ શહેરની આંતરમાળખાકીય સુવિધાઓ રસ્તા, સફાઈ, પાણી, સ્ટ્રીટલાઇટ, ભૂગર્ભ ગટર, ઘન કચરાનો નિકાલ, વરસાદી પાણીનો નિકાલ, બાગ બગીચા, સુશોભન જેવી બાબતોના પ્રશ્નો મહાપ્રશ્નોનું સ્થાન લ્યે એ પહેલા, મોરબીનો અસક્ષમ નગરપાલીકાને સક્ષમ બનાવવા મોરબી નગરપાલીકાનું સ્ટેટસ અપગ્રેડ કરી કોર્પોરેશન (મહાનગરપાલિકા) બનાવવા અને મજબૂત ઓર્થોરીટી ત્વરીત ઘટતી કાર્યવાહી કરવા
ગુજરાત સરકારના ઐતિહાસિક બજેટને આવકારતા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા જણાવ્યું છે કે આ બજેટ યુવાનો, મહિલાઓ,ખેડૂતો અને ગરીબો ના સાર્વત્રિક વિકાસનો સ્ત્રોત બની રહેશે બજેટમાં નમો સરસ્વતી અને નમો લક્ષ્મી યોજના માં બાળકો કિશોરીઓ અને મહિલાઓ તેમજ શિક્ષણ ક્ષેત્રે અમૂલ પરિવર્તન લાવશે, સ્માર્ટ આંગણવાડીઓ માટે ૧૮૦૦ કરોડની જોગવાઈ આવકાર્ય છે વધુમાં બ્રિજેશ મેરજા એ ઉમેર્યું છે કે આ બજેટનું કદ ૩,૩૨,૪૬૫ કરોડનું છે જે ગુજરાત સરકારના ઇતિહાસમાં સૌથી મોટું કદ ધરાવતું બજેટ છે. સાચા અર્થમાં સુશાસનને રામરાજ્યમાં ચરિતાર્થ કરવામાં ઉપકારક બની રહેશે પરિવહન ક્ષેત્રે ૨૫૦૦ જેટલી નવી બસ સુવિધા મોરબી સહિત અન્ય આઠ મહાનગરપાલિકાને, કેન્સરની સારવાર માટે ૬૦૦ કરોડ નવા પ્રોજેક્ટ માટે, સ્કિલ બંધ યુવાનો તૈયાર કરી ૧૮ થી ૬૦ ટકાની રોજગારીનો ધ્યેય બુકલેટ કરવામાં આવેલ છે. માર્ગ મકાન ક્ષેત્રે ૨૦,૬૪૨ કરોડની જોગવાઈ માર્ગ સુવિધા થકી ખૂબ સુવિધાજનક માર્ગ ઉપલબ્ધ બનાવી શકાશે. અંતમાં બ્રિજેશ મેરજા જણાવ્યું છે કે મોરબીને મહાનગરપાલિકા નો દરજ્જો એ મોરબીના લોકોને વર્ષો જૂની લાગણીનો પડઘો છે.આ માંગણી સ્વીકારીને ગુજરાત સરકારે મોરબીના વિકાસ માટે નવા દ્વાર ખોલી આપ્યા છે
આવી જ રીતે મોરબી જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ સરકારના બજેટને આવકરેલ છે અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તો મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો આપવામાં આવેલ છે જેથી કરીને સરકારના આ નિર્ણયને મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલે આવકારયું છે અને ઝડપથી તેનું અમલીકરણ કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરેલ છે મોરબી સીરામીક એસોશિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાએ મોરબીને મહાપાલિકાનો દરજજો આપવામાં આવ્યો છે સરકારના નિર્ણયને આવકારતા જણાવ્યું છે કે, મોરબીના વિકાસ માટે મહાપાલિકાની તાતી જરૂરત હતી જે સરકારે પૂર્ણ કરતા હવે મોરબી અને આસપાસના ગામડાનો સમતોલ વિકાસ થશે અને લોકોને બાગ, બગીચા, સારા માર્ગો અને ટ્રાફિક સમસ્યાના નિરાકરણ સાથે તમામ સુવિધાઓ મળશે