મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે બાઈક સાથે કાર અથડાતા ઇજા પામેલ યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો


SHARE









મોરબીના સામાકાંઠે બાઈક સાથે કાર અથડાતા ઇજા પામેલ યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો

મોરબીના સામાકાંઠે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં માળિયા ફાટક પાસેથી બાઈક લઈને જઈ રહેલ યુવાનના બાઈક સાથે કાર અથડાઈ હતી જે બનાવમાં ઇજા પામેલ યુવાનને મોરબીની સરકારી હોસ્પિટલે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલે ખસેડાયો હોવાનું હાલ પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જે બનાવમાં ઇજાઓ થતા હર્ષ પ્રદીપભાઈ બારોટ (ઉંમર ૨૩) રહે. માધવ પાર્ક વાવડી રોડ મોરબી વાળાને બાઈક લઈને જતા સમયે અજાણ્યા કાર ચાલકે વાહન અથડાવી અકસ્માત સર્જયો હતો જે બનાવમાં હર્ષ બારોટ નામના યુવાનને ઈજાઓ થતા પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેની પ્રાથમિક સારવાર કર્યા બાદ વધુ ગંભીર ઇજાઓ જણાતા તેને હાલ રાજકોટ કચડાયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે આ બાબતે રાજકોટ ખાતેથી યાદી આવતા હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરાઈ છે રાજકોટ માં મોરબી લખે છે.

આધેડનું મોત

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામ પાસે આવેલ સમજુબા સ્કૂલની બાજુમાં રહેતા રમેશભાઈ ધનજીભાઈ દઢાણીયા (૪૯) ને ગઈકાલે પોતાના ઘેર હતા ત્યારે અચાનક છાતીમાં દુઃખાવો થવા લાગ્યો હતો જેથી કરીને તેને સારવાર માટે તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યારે ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા. અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી.

આધેડ સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના ચરાડવા ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા રમેશભાઈ રવજીભાઈ સોનગ્રા નામના ૪૮ વર્ષના આધેડને વાહન અકસ્માતમાં ઇજા થતા મોરબીના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે રમેશભાઈ તેઓના ઘર પાસે આવેલ શેરીમાંથી બાઈક લઈને જતા હતા ત્યાં રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થવાના બનેલ બનાવમાં તેઓને ઈજા થતા સારવારમાં મોરબી લાવવામાં આવ્યા હતા.

મારામારીના બનાવમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસે બે કાર અથડાવાનો અકસ્માત બનાવ બન્યો હતો અને આ અકસ્માત બનાવ બન્યા બાદ બોલાચાલી થયેલ હતી.ત્યારબાદ થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતા શ્રીકાંતભાઈ લક્ષ્મીકાંતભાઈ (રહે.વટેરો સેનેટરી રંગપર) નામના ૪૩ વર્ષીય યુવાનને ઇજાઓ થતા મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે તાલુકા પોલીસ મથકમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા મારામારી સંદર્ભે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાઈ હતી




Latest News