મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સરવડ-તરઘરી ગામના સરપંચોને પુનઃ સ્થાપિત કરવા આદેશ


SHARE









માળીયા (મી)ના સરવડ-તરઘરી ગામના સરપંચોને પુનઃ સ્થાપિત કરવા આદેશ

માળીયા (મી.) તાલુકાની સરવડ ગ્રામ પંચાયત અને તરઘરી ગ્રામ પંચાયતના સરપંચને જે તે સમયે હોદા ઉપરથી દૂર કરવાનો આગાઉ આદેશ કરવામાં આવ્યો હતો તેની સામે અપીલ અરજી કરવામાં આવી હતી જેથી કેસ રીમાન્ડ (પરત) કરવામાં આવેલ હતા અને તે બંને સરપંચોને પુનઃ સ્થાપિત કરવા આદેશ કરવામાં આવેલ છે

માળીયા (મી.) તાલુકાની સરવડ ગ્રામ પંચાયતના સરપંચ નવનીતભાઈ શાંતીલાલ સરડવા અને તરઘરી ગ્રામ પંચાયતના સરપંચ સાગર અંબારામભાઈ કૂલતરીયાને કચેરીના આદેશથી ગુજરાત પંચાયત અધિનિયમ – ૧૯૯૩ ની કલમ – ૫૯ (૧) હેઠળ હોદ્દા પરથી મોકૂફ રાખવાનો હુકમ કરવામાં આવેલ હતો જે હુકમથી નારાજ થઈ વિવાદીએ હુકમ વિરુદ્ધ અધિક વિકાસ કમિશ્નર ગાંધીનગર સમક્ષ અપીલ અરજી કરવામાં આવી હતી અને અધિક વિકાસ કમિશ્નર ગાંધીનગરના આદેશથી કેસની ચકાસણી કરીને નવેસરથી નિર્ણય લેવા કેસ રીમાન્ડ (પરત) કરવામાં આવેલ હતો જે કેસની ચકાસણી કરીને બંને ગામના સરપંચોને હોદ્દા પર પુન:સ્થાપિત કરવા હુકમ કરેલ છે 




Latest News