હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાનાર લાભાર્થી સંમેલનમાં લોકોને ઉમટી પડવા ધારાસભ્યનું આહવાન


SHARE









મોરબીમાં યોજાનાર લાભાર્થી સંમેલનમાં લોકોને ઉમટી પડવા ધારાસભ્યનું આહવાન

મોરબીના શનાળા રોડે આવેલ માર્કેટ યાર્ડમાં આગામી તા. ૧૦ ના રોજ લાભાર્થી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી અને માળિયા તાલુકના લાભાર્થી, ભાજપના કાર્યકરો અને નગરજનોને મોટી સંખ્યામાં ઉમટી પડવા ધારાસભ્ય દ્વારા આહવાન કરવામાં આવ્યું છે

મોરબી માળીયા ના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ માહિતી આપતા જણાવ્યુ છે કે, આગામી તા ૧૦ ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાભાર્થી સંમેલનનો કાર્યક્રમ યોજવાના છે. ત્યારે મોરબી અને માળિયા વિધાનસભા બેઠકનો કાર્યક્રમ મોરબીના શનાળા રોડે આવેલ માર્કેટ યાર્ડમાં બપોરે ૧૨ વાગ્યે રાખવામા આવેલ છે જેમાં વડાપ્રધાનના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ  બતાવવામાં આવશે તેમજ ત્યાં આવેલા લોકો માટેની ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ માજી સભ્યો, બુથના કાર્યકરો, પેજ પ્રમુખો મોટી સંખ્યામાં ઉપસ્થિત હાજર રહે તેમજ લાભાર્થીઓ સહિત મોરબી  અને માળીયાના લોકો પણ ત્યાં હાજર રહે અને આ આ કાર્યક્રમના સહભાગી બને તેના માટે આહવાન કર્યું છે




Latest News