હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબી નગરપાલિકાના ગ્રાઉન્ડમાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ મારામારી


SHARE









મોરબી નગરપાલિકાના ગ્રાઉન્ડમાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ મારામારી, ફરિયાદ નોંધાઇ

મોરબી નગર પાલિકાના ગ્રાઉન્ડમાં સામાન્ય બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો.જેમાં મારામારી સુધી વાત પહોંચી જતા ઈજાગ્રસ્ત દ્વારા હાલમાં ફરિયાદ નોંધાવાતા પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાયેલ છે.

મોરબી એ ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલમાં રામજીભાઈ જેઠાભાઈ ચાવડા (૪૧) રહે.માળીયા વનાળીયા સોસાયટી સામાકાંઠે મોરબી-૨ વાળાએ અરવિંદ રામજીભાઇ પરમાર રહે.માળિયા વનાળીયા સોસાયટી સામાકાંઠા વાળાની સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેઓ નગરપાલિકાના ગ્રાઉન્ડમાં હતા ત્યારે ત્યાં સરકારી પડતર જમીનની ફાળવણી બાબતે થયેલી વાતચીતમાં ઉગ્ર બોલાચાલી કર્યા બાદ સામેવાળા અરવિંદ પરમાર દ્વારા તેઓને ઢીકાપાટુ વડે માર મારવામાં આવ્યો હતો અને આ બાબતે તેઓએ નોંધાવેલી ફરિયાદ આધારે હાલ એ ડિવિઝન પોલીસ મથકના જયપાલસિંહ ઝાલા દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

યુવાન સારવારમાં

હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતા નટુભાઈ રણછોડભાઈ નામના 45 વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઈજા તથા સારવાર માટે મોરબીના સામા કાંઠે આવેલી શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા આ બાબતે વધુમાં બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે કડીયાણા ગામે આવેલા તળાવ નજીકથી તેઓ બાઇક લઈને જતા હતા ત્યાં બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવવામાં તેઓને બીજા તથા સારવારમાં લવાયા હતા.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા દયાબેન ધીરૂભાઈ બાવાજીને તા.૪-૨ ના રોજ સાંજે આઠેક વાગ્યાના અરસામાં પતિ દ્વારા કોઈ બાબતે ઝઘડો કરીને માર મારવામાં આવ્યો હતો.જેથી કરીને પાડોશમાં રહેતા હાજીભાઈ દ્વારા તેઓને સારવાર માટે સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.આ બાબતે હોસ્પિટલ ખાતેથી પોલીસમાં જાણ કરાતા બી ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.મકવાણા દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરાઇ છે.

યુવાન ઈજાગ્રસ્ત

મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા અશ્વિનભાઈ ચનાભાઈ મકવાણા દેવીપુજક નામના ૨૮ વર્ષના યુવાનને મોરબીના સામાકાંઠે ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે મારામારીના બનાવમાં ઈજા થતા દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર કર્યા બાદ પોલીસમાં જાણ કરવામાં આવતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની રાહેતા મુજબની તપાસ ચલાવવામાં આવી રહી છે.




Latest News