મોરબીમાં શ્રી દિવ્ય જ્યોતિ ગ્રામ વિકાસ કેળવણી મંડળ દ્રારા સ્પર્ધા યોજાઇ
મોરબીના વીસીપરામાં જુગાર રમતા ચાર શખ્સો ૧૦,૪૮૦ ની રોકડ સાથે પકડાયા
SHARE
મોરબીના વીસીપરામાં જુગાર રમતા ચાર શખ્સો ૧૦,૪૮૦ ની રોકડ સાથે પકડાયા
મોરબીના વીસીપરામાં પ્રજાપત કારખાના પાછળના ભાગે આવેલ બાવળની જાળીઓ વચ્ચે જાહેર જગ્યામાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ચાર શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા રૂા.૧૦,૪૮૦ કબ્જે કરીને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.
મોરબીના વીસીપરામાં પ્રજાપત કારખાના પાછળના ભાગે આવેલ બાવળની જાળીઓ વચ્ચે જાહેર જગ્યામાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે કેશુભાઇ અરજણભાઇ અગેચણીયા જાતે કોળી (ઉ.૫૦), અશોકભાઇ લોકચંદભાઇ ચંદાણી જાતે સીંધી (ઉ.૩૯), સુરેશભાઇ સવજીભાઇ દેલવાણીયા જાતે દેવીપૂજક (ઉ.૪૬) અને રાજુભાઇ અરજણભાઇ અગેચણીયા જાતે કોળી (ઉ.૩૭) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા રૂ.૧૦,૪૮૦ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
વાહન અકસ્માતમાં ચારને ઇજા
મોરબીના લખધીરપુર રોડ ઉપર બે બાઇક સામસામે ટકરાયાં હતા જે બનાવમાં સંજીવસિંહ દશરથસિંહ રાજાવત (૪૨), રામકુમાર શિવસિંહ રાજાવત (૪૭) ને તેમજ સામેના બાઇકમાં સવાર સુનિલ હરીનંદનલાલ (૧૯) અને રાજુ મહાવીરસિંહ (૧૯) આમ ચાર લોકોને ઈજાઓ થઈ હોય ચારેયને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા અને બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ જે.પી.કણસાગરાએ આગળની તપાસ હાથ ધરી છે.
મારામારીમાં ઇજા
મોરબી તાલુકાના જીકીયારી ગામે થયેલ મારામારીના બનાવમાં અશ્વિન કાન્તિલાલ સોલંકી નામના ૨૨ વર્ષના યુવાનને ઇજાઓ થતાં સિવિલે સારવારમાં ખસેડાયો હતો.જ્યારે વાંકાનેરના આરોગ્યનગરમાં રહેતા મણિલાલ માનસીંગ રજપુત નામનો ૨૫ વર્ષીય યુવાન રાત્રે આઇટીઆઇએ નોકરીએ જવા નીકળ્યો હતો ત્યારે રસ્તામાં નવા બસ સ્ટેશન પાસે વાહન અકસ્માતના બનાવમાં તેને ઈજાઓ થતાં અત્રેની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.