વાંકાનેરના ગુંદાખડા ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ હળવદના ઘનશ્યામપુર ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત: ઈજા પામેલ પાંચ વ્યક્તિઓ સારવારમાં મોરબીની ઉમટાઉનશીપમાં વૈભવ હાઇટ્સમાં જુગારની રેડ, 6 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા
Breaking news
Morbi Today

વાંકાનેરના કોઠી ગામે ઘરની બહાર પાર્ક કરેલા બાઈકની ચોરી


SHARE







વાંકાનેરના કોઠી ગામે ઘરની બહાર પાર્ક કરેલા બાઈકની ચોરી

વાંકાનેર તાલુકાના કોઠી ગામે ઘરની બહાર પાર્ક કરેલા બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૪૦ હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપર શેરી નં-૮ માં રહેતા લક્ષ્મણભાઈ મેરૂભાઈ ગોલતર જાતે ભરવાડ (૪૨)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે વાંકાનેર તાલુકાના કોઠી ગામે રહેતા મહેશભાઈ રાઘવાભાઈ મુંધવાના ઘર પાસે તેણે પોતાનું બાઈક નંબર જીજે ૩૬ કે ૮૧૮૨ પાર્ક કરીને મૂક્યું હતું જે ૪૦ હજાર ની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના ચાચાપર ગામે રહેતા ગૌરવ રસિકભાઈ ચાપાણી (૩૦) નામનો યુવાન મોરબી થી ચાચાપર ગામ તરફ ગાડી લઈને જઈ રહ્યો હતો ત્યારે સામેથી આવેલ ગાડીની લાઇટમાં આંખ અંજાઈ જવાના કારણે રોડ સાઈડમાં તેની ગાડી ઉતરી ગઈ હતી જેથી કરીને અકસ્માતના બનાવમાં ગૌરવ ચાપાણીને ઇજાઓ થયો હોવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ એસ.વી. સોલંકી ચલાવી રહ્યા છે

ઝેરી દવા પીધી
મોરબી તાલુકાના જીવાપર ગામે જયંતીભાઈ ખીમજીભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા રેખાબેન મોરવભાઈ ભુરીયા (૨૨) નામની મહિલા કોઈ કારણોસર જીરામાં છાંટવાની ઝેરી દવા પી ગઈ હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબી તાલુકાના જેતપર ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે






Latest News