હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરે પડી જવાથી બેભાન થઈ ગયેલ મહિલાનું મોત : વાંકાનેરમાં અંતિમ પગલું ભરી લેતા વૃદ્ધનું મોત


SHARE













​​​​ મોરબીમાં ઘરે પડી જવાથી બેભાન થઈ ગયેલ મહિલાનું મોત : વાંકાનેરમાં અંતિમ પગલું ભરી લેતા વૃદ્ધનું મોત

વાંકાનેર શહેરના આંબેડકર નગર વિસ્તારમાં રહેતા વૃદ્ધે કોઈ કારણોસર પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનો મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ આંબેડકર નગર શેરી નં-૪ માં રહેતા મોહનભાઈ જગાભાઈ પરમાર પોતાના ઘરે હતા ત્યારે કોઈ પણ કારણોસર તેને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેર ની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે આપઘાતના આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના વનરાજસિંહ ઝાલા ચલાવી રહ્યા છે

મહિલાનું મોત

મોરબીમાં ન્યુ ચંદ્રેશ નગર સોસાયટી રાજનગર રોડ શેરી નં-૫ માં રહેતા મનિષાબેન જીગ્નેશભાઈ કડીવાર જાતે પટેલ (૩૧) પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર ચક્કર આવતા પડી ગયા હતા અને બેભાન થઈ ગયા હતા જેથી કરીને તેઓને તાત્કાલિક સારવાર માટે તેના પતિ જીગ્નેશભાઈ ચંદુભાઈ કડીવાર (૩૬) હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન મનીષાબેનનું મોત નીપજયું હતું જેથી આ બનાવ અંગેની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ વિપુલભાઈ પટેલ ચલાવી રહ્યા છે






Latest News