હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

વાંકાનેરના સિંધાવદર અને મોરબીના જેતપર ગામે જુગારની બે રેડ: ૭ જુગારી પકડાયા


SHARE









વાંકાનેરના સિંધાવદર અને મોરબીના જેતપર ગામે જુગારની બે રેડ: ૭ જુગારી પકડાયા

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે દુકાનમાં તેમજ મોરબી તાલુકાના જેતપર ગામે પાણીના ટાંકા પાસે જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી અને તેમાં કુલ મળીને સાત જુગારીઓ પકડવામાં આવ્યા હતા અને તેની સામે સ્થાનિક પોલીસ રોકડા રૂપિયા કબજે કર્યા હતા અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુના નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે રેલવે સ્ટેશન સામે આવેલ શુભમ કોમ્પ્લેક્સમાં દુકાનની અંદર જુગાર રમતા હોવાની હકીકત આધારે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ગુલાબહુસેન શેરસીયાની દુકાનમાં જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે દુકાનદાર ગુલાબહુસેન મીમનજી શેરસીયા (૫૮) રહે. સિંધાવદર, આસીફ ઈકબાલભાઈ માડકીયા (૨૪) રહે. ઘાંચી શેરી મોરબી, રફિકભાઈ અબુભાઈ કાફી (૩૫) રહે. ખોજા ખાના શેરી વાંકાનેર, ઈસ્માઈલભાઈ ઇબ્રાહીમભાઇ સુમરા (૪૪) રહે. લક્ષ્મીપરા શેરી નં-૨ વાંકાનેર અને મુકેશભાઈ ભોગીલાલ શાહ (૫૭) રહે. જીનપરા શેરી નં-૨ વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૮,૫૦૦ ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા જેતપુર મચ્છુ ગામે પાણીના ટાંકા પાસે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા હોય પોલીસે અરવિંદભાઈ ચંદુભાઈ અઘારીયા (૨૨) અને સાવનભાઈ મનસુખભાઈ માલણીયાત (૨૫) રહે. બંને જેતપર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૭૪૦ રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News