મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદમાં જાહેરમાં જુગાર રમતા મહિલા સહિત ચાર જુગારી પકડાયા: કણબીપરામાંથી બાઇકની ચોરી


SHARE









હળવદમાં જાહેરમાં જુગાર રમતા મહિલા સહિત ચાર જુગારી પકડાયા: કણબીપરામાંથી બાઇકની ચોરી

હળવદમાં આવેલ ત્રણ માળિયા ક્વાર્ટર પાસે જાહેરમાં જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી એક મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૨,૮૦૦ ની રોકડ કબજે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકા પોલીસ ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદમાં આવેલ ત્રણ માળિયા ક્વાર્ટર પાસે જાહેરમાં જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દિલાવર સિકંદરભાઈ મુલતાની (૫૭), અનિલભાઈ બચુભાઈ મકવાણા (૨૫), કાનજીભાઈ ખોડાભાઈ પરમાર (૫૮) અને હંસાબેન લખમણભાઇ ઠાકોર (૪૦) રહે બધા ત્રણ માળીયા ક્વાર્ટર હળવદ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૨,૮૦૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક ચોરી

હળવદના કણબીપરા વિસ્તારમાં રહેતા મહેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ કડીવાર જાતે પટેલ (૩૭)એ તેઓના ઘર પાસે તેનું બાઈક નંબર જીજે ૩૬ એજી ૪૩૩૯ પાર્ક કરીને મૂક્યું હતું જે ૫૦,૦૦૦ રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News