મોરબીના રામધન આશ્રમે શ્રીરામ કથા જ્ઞાનયજ્ઞનો પ્રારંભ, ૨૩ તારીખે ૧૦૮ રાંદલના લોટા
મોરબી તાલુકો રેઢોપડ..? ડિઝલ ચોરી બાદ હવે કોલસા ચોરી પકડાઇ : ભડીયાદ ગામે કોલસાના ડેલામાં ઇન્ડોનેશીયન કોલસાની ચોરી કરતા બે પકડાયા, મુખ્ય સૂત્રધાર અને ખરીદનારાઓ સુધી પોલીસ પહોંચશે ખરી..?
SHARE
મોરબી તાલુકો રેઢોપડ..? ડિઝલ ચોરી બાદ હવે કોલસા ચોરી પકડાઇ : ભડીયાદ ગામે કોલસાના ડેલામાં ઇન્ડોનેશીયન કોલસાની ચોરી કરતા બે પકડાયા, મુખ્ય સૂત્રધાર અને ખરીદનારાઓ સુધી પોલીસ પહોંચશે ખરી..?
મોરબી શહેર અને જિલ્લામાં દિવસેને દિવસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કુદકેને ભૂસકે વધી રહી છે તમામ પ્રકારના ગેરકાયદેસર ધંધા અહીં છૂટથી થતા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.જિલ્લામાં સ્ટેટ મોન્ટરીંગ સેલની ટીમ દ્વારા દરોડો પાડીને મોરબીની પીપળીયા ચોકડી નજીક હોટલમાંથી ડીઝલ ચોરીનું રેકેટ પકડવામાં આવ્યુ હતુ જેમા પોલીસ સ્ટાફ સહિત નવ પકડાયા હતા એને તેની તપાસ હજુ ચાલુ છે અને ત્રણ આરોપી પકડવાના બાકી છે. દરમ્યાનમાં મોરબી તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા મોરબીના સામાકાંઠે આવેલ ભડીયાદ ગામ નજીક કારખાનાની પાછળ આવેલ કોલસાના ડેલામાં ઇન્ડોનેશિયા કોલની ટ્રક-ટ્રેઇલરમાંથી લોડર વડે ચોરી કરવામાં આવતી હોવાની બાબતનો પર્દાફાસ કરવામાં આવ્યો છે અને હાલ બે ઇસમોને પકડીને આગળની તજવીજ શરૂ કરવામાં આવી છે જોકે મુખ્ય સૂત્રધારો સુધી પોલીસ પહોંચશે કે કેમ..? તેમજ ચોરાઉ કોલસો ખરીદનારાઓ કોણ છે..? તે હાલ તપાસનો વિષય હોય ત્યાં સુધી તપાસનો દોર લંબાવવામાં આવશે કે કેમ તે પ્રશ્ન છે.
રેંજ પોલીસ વડા અશોકકુમાર યાદવ દ્વારા રાજકોટ રેંજમાં બનતા ચોરી મિલ્કત સંબંધી ગુનાઓ વિગેરેમાં ડિટેક્શન કરવા અને આરોપીઓને પકડી પાડવા કડક સૂચના કરવામાં આવેલી હોય જેને પગલે મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી દ્વારા ડીવાયએસપી પી.એ.ઝાલા તથા નીચેના સ્ટાફને વોચ તપાસમાં રહેવા માટે સૂચના કરવામાં આવી હતી. દરમિયાનમાં મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળા તથા સ્ટાફ વોચ તપાસમાં હતો તે સમયે સ્ટાફના વનરાજ ચાવડા તેમજ કેતનભાઇ અજાણને સંયુક્તપણે બાતમી મળી હતી કે મોરબી તાલુકાના ભડીયાદ ગામની સીમમાં કમલ કારખાના પાછળ કોલસાના ડેલામાં ઇન્ડોનેશીયન કોલસાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહેલ છે.આ ખાનગી બાતમી આધારે તે જગ્યાએ જઇ રેઇડ કરવામાં આવતા એક ટ્રકનો ચાલક તથા એક લોડરનો ડ્રાઇવર ટ્રકમાં રહેલ કોલસો ટ્રકમાંથી નીચે ઉતારતા હોય જેથી તે બંને ઇસમોને પકડી પાડીને પુછપરછ કરતા તે ટ્રક તથા ડેલાના સંચાલક નવઘણભાઇ જશાભાઇ બાલાસરા રહે.વાવડી રોડ, મોરબીના કહેવાથી ટ્રકમાંથી કોલસો કાઢતા હોવાનુ પકડાયેલા ઇસમોએ જણાવતા તે ઇસમો પાસે ટ્રકમાં રહેલ કોલસો તથા ટ્રકમાંથી કાઢેલ કોલસા બાબતે આધાર પુરાવા માંગતા ટ્રક ચાલકે એક બીલની નકલ રજુ કરતા જે બીલમાં માલ નવલખીથી ભરેલ હોય અને નવા સાદુળકા ખાલી કરવાનો હોય તેમ છતા બનાવની જગ્યાએ એકબીજાની મદદથી આર્થિક લાભ મેળવવાના ઇરાદે માલીકની જાણ બહાર કોલસાની ગેર કાયદેસર ચોરીની પ્રવૃતિ કરી વિશ્વાઘાત કરતા હોવાનું જણાઇ આવતા ટ્રક ચાલક, લોડર ચાલક તથા સંચાલક નવઘણભાઇ જશાભાઇ બાલાસરા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આગળની તપાસ પીએસઆઇ બી.એમ બગડાને સોંપવામાં આવેલ છે.
હાલ સ્થળ ઉપરથી ટ્રક નંબર જીજે ૨૬ ટી ૯૯૯૪ નો ચાલક જીવરાજભાઇ વિઠ્ઠલભાઇ સાથલીયા કોળી (ઉ.વ.૩૦) ધંધો-ડ્રાઇવીંગ રહે.મોટા દહીંસરા તા. માળીયા (મીં), જી મોરબી તેમજ લોડર ચાલક રાકેશ સાવરા વસુનીયા આદીવાસી (ઉ.વ.૨૦) રહે. હાલ ભડીયાદ તા.જી.મોરબી, મુળ રહે.કલ્યાણપુર, જાંબુઆ, મધ્યપ્રદેશની ધરપકડ કરીને ધાંધલી ચલાવનાર નવઘણભાઇ જશાભાઈ બાલાસરા આહિર રહે.વાવડીરોડ, મોરબી ને પકડવા તજવીજ શરૂ કરાયેલ છે.જોકે ચોરાઉ માલ ખરીદવો પણ ગુનો બનતો હોય આ લોકો પાસેથી કોણ કોણ માલ ખરીદી કરતુ હતુ ત્યાં સુધી શું તપાસનો દોર લંબાવવામાં આવશે ખરો..? એ તો આવનાર સમય જ બતાવશે. હાલ પોલીસે ટ્રક, લોડર, ઇન્ડોનેશીયન કોલસાનો જથ્થો અને કોલસાની ભૂકી એમ કુલ મળીને રૂા.૨૩,૦૫,૪૯૯નો મુદામાલ જપ્ત કર્યો છે.
આ રેડની કામગીરી તાલુકા પીઆઅ કે એ.વાળા, પીએસઆઅ બી.એમ.બગડા તથા સ્ટાફના દિનેશભાઇ બાવળીયા, વનરાજભાઇ ચાવડા, હરેશભાઇ આગલ, ફતેસંગ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, કેતનભાઇ અજાણા, જયદીપભાઇ પટેલ, પંકજભા ગુઢડા, કુલદિપભાઇ કાનગડ, ભગીરથભાઈ લોખીલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દિપસિંહ ચૌહાણ તથા યશવંતસિંહ ઝાલા દ્વારા કરવામાં આવેલ છે.