મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી: પ્લોટમાં બાંધકામની મંજૂર માટે લાંચની માંગણી કરનારા સરપંચના ઓડિયો આધારે એસીબીમાં ગુનો નોંધાયો


SHARE









મોરબી: પ્લોટમાં બાંધકામની મંજૂર માટે લાંચની માંગણી કરનારા સરપંચના ઓડિયો આધારે એસીબીમાં ગુનો નોંધાયો

ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામના સરપંચ દ્વારા પ્લોટમાં બાંધકામ માટે થઈને લાંચ માંગવામાં આવી હતી અને જે તે સમયે એસીબી દ્વારા ટ્રેપ પણ ગોઠવવામાં આવી હતી જોકે, ત્યારબાદ આરોપી સામે પૂરતા પુરાવાઓ મળ્યા હતા અને ઓડિયોની તપાસના અંતે ગુંદાસરા ગામના સરપંચ સામે રાજકોટ રૂલર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે અને આ ગુનાની તપાસ મોરબી એસીબીના પીઆઇને સોંપવામાં આવેલ છે

સમગ્ર રાજ્યની અંદર લાંચિયા અધિકારી, કર્મચારી તેમજ પદાધિકારીઓને પકડવા માટે સમયાંતરે એસીબી દ્વારા ટ્રેપ કરવામાં આવતી હોય છે અને તેમાં લાંચ સ્વીકારતા સમયે અધિકારી, પદાધિકારી અને કર્મચારીઓને દબોચી લેવામાં આવતા હોય છે જોકે ઘણી વખત ભેજાબાજ શખ્સો દ્વારા ટ્રેપની ગંધ આવી જતા લંચની રકમ સ્વીકારવામાં આવતી ન હોય તેવી ઘટનાઓ બનતી હોય છે આવી જ રીતે વર્ષ ૨૦૨૧ માં મોરબીના જે તે સમયના એસીબીના પીઆઇ જે.એમ. આલ દ્વારા ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે સરપંચ દ્વારા ચાર પ્લોટમાં બાંધકામો માટે થઈને મંજૂરી આપવા માટે પ્રત્યેક પ્લોટ માટે ૪૦૦૦ ની લાંચ આમ કુલ મળીને ૧૬,૦૦૦ રૂપિયાની માંગણી કરી હતી જેથી કરીને જે તે સમયે ટ્રેપ ગોઠવવામાં આવી હતી જોકે ત્યારે સરપંચ દ્વારા પૈસા સ્વીકારવામાં આવ્યા ન હતા પરંતુ ત્યારબાદની તપાસમાં સામે આવેલા ઓડિયોના પુરાવાને ટેકનિકલ માધ્યમથી ચેક કરવામાં આવ્યા હતા અને આરોપી સામેના પૂરતા પુરાવો મળતા એસીબીના ઉચ્ચ અધિકારી તરફથી મળેલ સૂચનાના આધારે રાજકોટ રૂલર પોલીસ સ્ટેશન ખાતે ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામના સરપંચ હસમુખભાઈ પરસોત્તમભાઈ ઠુંમર સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી જિલ્લા એસીબીમાં પીઆઇ તરીકે ફરજ બજાવતા એચ.એમ. રાણાને સોંપવામાં આવેલ છે વધુમાં મળતી માહિતી મુજબ આરોપીએ ગોંડલની સેશન્સ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવવા માટે થઈને અરજી કરી હતી જે અરજી પણ રદ કરવામાં આવેલ છે જેથી કરીને આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી છે






Latest News