મોરબી સહિત રાજ્યની નવી મહાપાલિકાઓને ફાયર સ્ટેશન, બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે સરકારી જમીન મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી
Breaking news
Morbi Today

મોરબી તાલુકા, વાંકાનેર શહેર અને હળવદ તાલુકામાં દારૂની રેડ: ૬ બોટલો સાથે ૪ શખ્સ પકડાયા


SHARE







મોરબી તાલુકા, વાંકાનેર શહેર અને હળવદ તાલુકામાં દારૂની રેડ: ૬ બોટલો સાથે ૪ શખ્સ પકડાયા

મોરબી તાલુકા, વાંકાનેર શહેર અને હળવદ તાલુકામાં દારૂની જુદી જુદી જગ્યા ઉપર રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને દારૂની ૬ બોટલો સાથે ચાર શખ્સોને પકડવામાં આવેલ છે અને એક આરોપીનું નામ સામે આવ્યું છે જેથી તેને પકડવા માટે શોધખોળ ચાલી રહી છે

મોરબી તાલુકાના મકનસર ગામની સીમમાં તુલસી પેટ્રોલ પંપ પાછળ જાહેરમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની બે બોટલો મળી સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૭૫૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી રૂસ્તમભાઈ ઉર્ફે યાસીનભાઈ યુનીશભાઇ ખલીફા જાતે વાણંદ (૨૬) રહે. મકનસર તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે વાંકાનેર શહેરમાં આવેલ ભાટિયા સોસાયટીમાં રહેતા શખ્સનાં ઘરે દારૂની રેડ કરી હતી ત્યારે તેના રહેણાંક મકાનના ફળિયામાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની ત્રણ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૧૩૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી પૃથ્વીરાજસિંહ ઉર્ફે ચેતન નાથુભા જાડેજા રહે ભાટિયા સોસાયટી વાંકાનેર વાળાની ધરપકડ કરી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે તો હળવદ તાલુકાના જુના રાણેકપર ગામે ઝાંપા પાસે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી બે શખ્સો ૧૫ લિટર દેશી દારૂ તથા એક દારૂની બોટલ સાથે મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે કુલ મળીને ૬૦૦ ની કિંમતના મુદ્દામાલ સાથે નવઘણભાઈ ગણેશભાઈ ઉડેચા જાતે કોળી (૫૩) અને રાજુભાઈ નવઘણભાઈ ઉડેચા જાતે કોળી (૩૦) રહે. બંને જુના રાણેકપર રામજી મંદિર પાસે તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી હતી અને આ બંને શખ્સો ગોપાલભાઈ કરસનભાઈ ખંભાળિયા જાતે કોળી રહે. જુના રાણેકપર તાલુકો હળવદ વાળા વતી દારૂનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News