મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં આઇએમએ દ્વારા આયોજીત બોક્સ ક્રિકેટ લીગમાં સ્કીન શાયનર્સ ટીમ વિજેતા


SHARE









મોરબીમાં આઇએમએ દ્વારા આયોજીત બોક્સ ક્રિકેટ લીગમાં સ્કીન શાયનર્સ ટીમ વિજેતા

મોરબી આઇએમએ દ્વારા મેડિકલ ક્ષેત્રે કાર્યરત વિવિધ વિભાગોના તબિબો માટે શહેરના થ્રીલ એન્ડ ચીલ ખાતે બોક્સ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમા ૧૨ મેન્સ ટીમ, ૪ વુમન્સ ટીમ તથા ૨ કીડ્સ ટીમે ભાગ લીધો હતો. આમ કુલ ૨૫ મેચોની આ ટુર્નામેન્ટના અંતે મેન્સ ફાઈનલ મેચ પીડીયા પેન્થર્સ તથા સ્કીન શાયનર્સ વચ્ચે રમાયો હતો જેમાં ડો. જયેશ સનારીયાની કપ્તાનીમાં સ્કીન શાયનર્સ ટીમ વિજેતા થઈ હતી, તે ઉપરાંત વુમન્સ ફાયનલ મેચમાં ડો. પાયલ ફેફરની કપ્તાનીમાં મોરબી ક્વિન્સ ટીમ વિજેતા બની હતી. મેન ઓફ ધ સિરિઝ નો ખિતાબ ડો. દર્શન નાયકપરાએ તેમજ વુમન ઓફ ધ સિરિઝનો ખિતાબ ડો. નિધિ સરડવાએ મેળવ્યો હતો. અને ઈમર્જીંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ મેન્સમાં અથર્વ ગામી તેમજ વિમેન્સમાં રીરી અધારાએ મેળવ્યો હતો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અમ્પાયર તરીકે નેસ્ટ સ્કુલના ક્રિકેટ કોચ કપીલ કુમારે સેવા આપી હતી. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા મોરબી આઇએમએના પ્રમુખ ડો. નિકુંજ વડાલીયા, સેક્રેટરી ડો.વિરલ લહેરુ સહીતના હોદેદારોએ જહેમત ઉઠાવી હતી.




Latest News