મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂની મોંઘીદાટ બોટલ સાથે ઝડપાયેલ બુટલેગર પાસે વાહન કે મોબાઈલ ન હતા !?


SHARE









મોરબીમાં દારૂની મોંઘીદાટ બોટલ સાથે ઝડપાયેલ બુટલેગર પાસે વાહન કે મોબાઈલ ન હતા !?

શું ગાંધીના ગુજરાતમાં દારૂ બાંધી છે ત્યાં બુટલેગર હાથમાં ખુલ્લી બોટલ લઈને તેનું વેચાણ કરવા જાય ખરો ? પરંતુ મોરબીમાં જાય છે આ વાત સાંભળીને જરા પણ ચોંકી જવાની જરૂર નથી કેમ કે, મોરબીના મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ ધ્રુવ હોસ્પિટલ સામે રોડ ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક મોંઘીદાટ બોટલ મળી આવી હતી જો ક, આધુનિક યુગમાં આ બુટલેગર પાસે વાહન કે પછી મોબાઈલ હતો કે કેમ તે સૌથી મોટો સવાલ છે. 

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ ધ્રુવ હોસ્પિટલ સામે રોડ ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક મોંઘીદાટ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૧૭૫ રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે ધર્મેશભાઈ મગનભાઈ સરડવા જાતે પટેલ (૪૦) રહે. સરવડ તાલુકો માળીયા વાળાની ધરપકડ કરી હતી અને આ શખ્સે રાજા સોકતભાઈ ખોડ નામના શખ્સની પાસેથી વેચાણ કરવા માટે થઈને દારૂની બોટલ લીધી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને તેની સામે પણ પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલેખનીય છે કે, હાલના આધુનિક યુગમાં દારૂની મોંઘીદાટ બોટલ લઈને જઈ રહેલા માળીયા તાલુકાનાં બુટલેગર પાસે શું મોબાઈલ કે વાહન કશું જ ન હતું ? તે પગપાળા ચાલીને દારૂની બોટલ વેચવા માટે જઈ રહ્યો હતો ? અને જો અન્ય મુદામાલ હતો તો તેને કેમ કબ્જે કરવામાં આવેલ નથી તે પણ તપાસનો વિષય છે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ દારૂ પીને વાહન ચલાવતા મળી આવે છે તો પોલીસ દ્વારા તેના વાહનને પણ કબ્જે કરવામાં આવે છે જો કે, દારૂનું વેચાણ કરવા માટે આ શખ્સ જતો હતો તેવું પોલીસ પાસેથી જાણવા મળે છે તો શું ગાંધીના ગુજરાતમાં દારૂ બાંધી છે ત્યાં બુટલેગર હાથમાં ખુલ્લી બોટલ લઈને તેનું વેચાણ કરવા માટે નીકળી પડ્યો હતો ? જો આ દિશામાં તપાસ કરવામાં આવે તો કઈક ચોંકાવનારી માહિતી સામે આવે તેવી શક્યતા છે.




Latest News