મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા આઠમો સમૂહ લગ્નોત્સવ યોજાયો


SHARE













મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા આઠમો સમૂહ લગ્નોત્સવ યોજાયો

છેલ્લા સાત વર્ષથી મોરબી શહેરની અંદર વિધવા બહેનોના સંતાનોના લગ્ન કરાવતી શ્રી ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા ૨૭૫ દીકરીઓને સ્વસુરગૃહે વળાવ્યા બાદ બીજી ૧૦ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ૭૯  પ્રકારની જીવન જરૂરીયાતની વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવેલ હતી. જેમાં સોના ચાંદીથી લઈ અને કબાટ પલંગ ગાદલા રસોડાની તમામ ચીજ વસ્તુઓ આપવામાં આવેલ હતી આ ઉપરાંત આ દીકરીઓને પગભર થવા માટે ફ્રી માં સીવણ ક્લાસની વ્યવસ્થા કરી આપવામાં આવશે. અને સિલાઈ કામ શીખી લીધા બાદ સિલાઈ મશીન આપવામાં આવશે. અને ફ્રી માં બ્યુટી પાર્લરના કોર્સ  કરાવવામાં આવશે અને શીખી લીધા બાદ ફ્રી માં કીટ આપવામાં આવશે. આ સમૂહલગ્નના કાર્યક્રમમાં પ્રમુખ સ્થાને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા હાજર રહ્યા હતા તેઓએ ગંગા સ્વારૂપ સહાય સમિતિને કહેલ કે, દર મહિને બે, ચાર લગ્નો જો કરવા માગતા હો તો ઉમા ટાઉન શિપમાં જમણવાર સહિત કરી આપશે. આ પ્રસંગે ચંદ્રકાન્તભાઈ દફતરીએ નવ દંપતીને ભ્રુણ હત્યા નહીં કરીએ તેવા સપથ લેવડાવેલ હતા. અને કોઈ એક જરૂરિયત મંદ દીકરીના લગ્નમાં સહાય રૂપ થવા સમજાવેલ હતા. આ સમૂહલગ્ન શ્રી હનુમાનજી મંદિર, રણછોડનગરમાં મહંતશ્રી બાબુભાઇની દેખરેખ હેઠળ યોજવામાં આવેલ હતો. આ પ્રસંગે તમામ દાતાઓનું સન્માન કરવામાં આવેલ હતું. અને આ તકે લાયન્સ પ્રમુખ પિયુષભાઇ સાણજા, લાયન ત્રિભોવનભાઈ ફુલતરીયા, તુષાર દફતરી વિગેરે અન્ય લાયન્સ કલબોના સભ્યો હાજર રહેલ હતા. અંતમાં ગંગા સ્વારૂપ સહાય સમિતિના પ્રણેતા દેવકરણભાઈ  આદ્રોજાએ કહ્યું હતું કે, હવે સમગ્ર સમાજ માટે ચિંતનનો વિષય છે કે લગ્નો પાછળ બિન જરૂરી ખર્ચનો ઘટાડો કરે અને આવા સમૂહ લગ્નોમાં જોડાઇ અને સમાજને નવી દિશા બતાવે તે અનિવાર્ય છે






Latest News