મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જ્વેલર્સની દુકાનોમાંથી સોનાના દાગીનાની ચોરી કરનાર મહિલાઓને પકડીને પોલીસને સોપી પછી ફરિયાદ લેવાઈ !


SHARE













વાંકાનેરમાં જ્વેલર્સની દુકાનોમાંથી સોનાના દાગીનાની ચોરી કરનાર મહિલાઓને પકડીને પોલીસને સોપી પછી ફરિયાદ લેવાઈ !

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટનાઓ બની રહી છે તેવામાં વાંકાનેર શહેરમાં સોની વેપારીઓને ગ્રાહક બનીને દુકાનમા આવેલી મહિલાઓ દ્વારા નિશાન બનાવવામાં આવેલ છે અને એક નહીં ત્રણ વખત બે વેપારીની દુકાનમા સોનાના દાગીનાની ખરીદી કરવા માટે આવેલ મહિલાઓ દ્વારા સોનાના દાણાઓની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને વેપારીઓ દ્વારા સીસીટીવી ફૂટેજને વેપારીઓના સોશ્યલ મીડિયાના ગ્રૂપના મૂકવામાં આવ્યા હતા અને તે મહિલાઓ વધુ એક વખત વેપારીની દુકાનને નિશાન બનાવવા માટે આવી હતી ત્યારે વેપારીઓએ જ તેને પકડીને પોલીસને હવાલે કરી હતી ત્યાર બાદ ભોગ બનેલા વેપારીની ફરિયાદ લઈને પોલીસે બે જ્વેલર્સની દુકાનોમાંથી ૪.૫ લાખના સોનાના ૨૦૫ દાણાની વેપારીની નજર ચૂકવી ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ લેવામાં આવેલ છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરની મેઇન બજારમાં આવેલ બાલાજતી જ્વેલર્સ નામે સોની વેપારીની દુકાન આવેલ છે તે વેપારી યોગેશભાઈ રસિકભાઈ બારભાયાએ વાંકાનેર સિટી પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા.૨૬/૧૨/૨૩ ના રોજ તેની બાલાજતી જ્વેલર્સ દુકાનમાં સોનાના દાણાની ખરીદી માટે બે મહિલાઓ આવી હતી અને ત્યારે ચારેક છોકરીઓ દ્વારા વેપારીની નજર ચુકવી દુકાનમાંથી એક કે બે નહીં પરંતુ ૮૫ સોનાના દાણા જેની કિંમત ૧.૫ લાખના સોનાનાં દાગીનાની ચોરી કરી હતી ત્યાર બાદ તે જ દુકાનમા ગત તા. ૨/૨/૨૦૨૪ ના રોજ અગાઉની જેમ ત્રણ છોકરીઓ દુકાનમાં સોનાના દાણાની ખરીદી કરવાના બહાને આવી હતી ત્યારે પણ ફરિયાદીના પિતાની નજર ચૂકવી સોનાના ૯૫ દાણા જેની કિંમત બે લાખ રૂપિયાના દાગીનાની ચોરી કરી અને મહિલાઓ ફરાર થઈ ગયેલ હતી જો કે, આ મહિલાઓ દુકાનના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાતા તે રીતે કેદ થઈ ગયેલ હતી

જેથી કરીને કેમેરામાં આવી ગયેલ મહિલાઓ અને છોકરીઓને શોધવા માટેની કવાયત કરવામાં આવી રહી હતી જેથી અને તે મહિલાઓનો વિડીયો વેપારીઓના સોશ્યલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો જેથી કરીને વેપારીઓ પણ સતર્ક હતા તેવામાં આ મહિલાઓ ગત તા. ૨૩/૨/૨૦૨૪ના રોજ ફરિયાદીની દુકાનની બાજુમાં આવેલ સોની મનહરલાલ રતીલાલની દુકાનમાં આવી હતી અને ત્યાંથી અજાણી છોકરીઓ વેપારીની નજર ચૂકવીને એક લાખની કિંમતના ૨૫ સોનાના દાણાની ચોરી કરીને લઇ ગઇ હતી અને વેપારીઓ દ્વારા સોની વેપારીઓને નિશાન બનાવીને ચોરીની ઘટનાઓને અંજામ આપતી મહિલાઓને પકડવામાં આવી હતી ત્યાર બાદ વાંકાનેર સિટી પોલીસને આ અંગેની જાણ કરી હતી જેથી કરીને પોલીસ ત્યાં પહોચી હતી અને ત્યાર બાદ ભોગ બનેલ બે પૈકીનાં એક વેપારીની ફરિયાદ પોલીસ દ્વારા લેવામાં આવેલ છે અને બંને વેપારીઓની દુકાનમાંથી અલગ અલગ ત્રણ સમયે વેપારીની નજર ચુકવીને ૨૦૫ નંગ સોનાના દાણા જેની કિંમત ૪.૫૦ લાખના મુદામાલની ચોરી કરવામાં આવેલ છે તેવી ફરિયાદ લેવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, ચોરીની આ ઘટનામાં ચોર મહિલા સીસીટીવી કેમેરામાં દેખાતી હતી તો પણ પહેલા ફરિયાદ લેવામાં આવી ન હતી પરંતુ વેપારીઓએ સતર્કતા રાખીને ચોરને પકડી પછી વેપારીની ફરિયાદ લઈને રાબેતા મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે






Latest News