મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ભાઈ સાથે માથાકૂટ કરનારા શખ્સને સમજાવવા ગયેલા યુવાન ઉપર છરી વડે હુમલો


SHARE







વાંકાનેરના લક્ષ્મીપરા જમાતખાના પાસે યુવાન તેના ભાઈને વિસ્તારમાં ન આવા બાબતે બોલાચાલી કરનારા શખ્સની સાથે વાત કરવા માટે ગયો હતો ત્યારે ત્યાં ગાડીમાં આવેલા શખ્સે જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ ઢીકા પાટુનો માર માર્યો હતો અને એક શખ્સે છરી વડે યુવનની ઉપર હુમલો કરવામાં આવતા ડાબી આંખની સાઈડમાં તેને ઈજા થઈ હતી તેમજ ફરિયાદી અને સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે આ બનાવ સંદર્ભે હાલમાં ફરિયાદ નોંધાવી છે

 

બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરની ભાટિયા સોસાયટી શિવાજી પાર્ક શેરી નંબર ત્રણમાં રહેતા મયુરસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા જાતે દરબાર (૩૩)એ ઇનાયત ઉર્ફે ઈલુ રહે લક્ષ્મીપરા અને અલાઉદ્દીન સમા રહે વાંકાનેર વાળાની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદીના ભાઈ અને તેના મિત્ર સાથે ચાર પાંચ દિવસ પહેલા ઇનાયતએ તેના વિસ્તારમાં નહીં આવવા બાબતે બોલાચાલી કરેલ હતી જે બાબતે ફરિયાદી યુવાન લક્ષ્મીપરા જમાતખાના પાસે તેને વાત કરવા માટે થઈને ગયો હતો ત્યારે તે વાત ક઼રતો હતો દરમિયાન અલાઉદ્દીન સમા કાર લઈને ત્યાં આવ્યો હતો અને ગાડીમાંથી નીચે ઉતરીને તેણે ફરિયાદી તથા તેની સાથે રહેલ સાહેદને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ઢીકા પાટુનો માર્યો હતો ત્યારબાદ ઇનાયતે તેની પાસે રહેલ છરી વડે હુમલો કરતા ફરિયાદી યુવાનને ડાબી આંખની સાઈડમાં છરીનો ઘા માર્યો હતો જેથી તેને બે ટાંકા આવ્યા હતા અને બંને આરોપીઓએ ફરિયાદી તથા સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી હોય હાલમાં ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ વાલજીભાઈ રામજીભાઈ પરમાર ચલાવી રહ્યા છે






Latest News