મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીની નાસ્તા ગલીમાંથી ગેરકાયદે રિક્ષા સ્ટેન્ડ-દબાણો હટાવવા સ્થાનિક વેપારીઓની પાલિકા-પોલીસ સમક્ષ માંગ


SHARE









મોરબીની નાસ્તા ગલીમાંથી ગેરકાયદે રિક્ષા સ્ટેન્ડ-દબાણો હટાવવા સ્થાનિક વેપારીઓની પાલિકા-પોલીસ સમક્ષ માંગ

મોરબીની નાસ્તા ગલીમાં દુકાન ધરાવતા વેપારીઓએ હાલમાં પાલિકા અને પોલીસમાં રજૂઆત કરી છે અને તેનો દુકાનોની પાસે જે ગેરકાયદે રિક્ષા સ્ટેન્ડ અને દબાણો થઈ ગયેલ છે તેને દૂર કરવાની માંગ કરી છે

મોરબી નહેરૂ ગેટ ચોક પાસે નાસ્તા ગલીમાં મોબાઈલ અને રેડીમેડ ગારમેંટની દુકાનો આવેલ છે તે શેરીમાં રીક્ષા અને લારી-ગલા વાળાનો ખુબ જ ત્રાસ છે અને વેપારીઓની દુકાન પાસે આજુબાજુમાં ખૂબ જ ટ્રાફિક કરતા હોય છે તેમજ રીક્ષા વાળા જાહેરમાં અપશબ્દો બોલતા હતા જેથી વેપારીઓ અને ગ્રાહકોને ઘણું સહન કરવું પડે છે જેથી કરીને વેપારીઓને દુકાનો આગળ કાયમી માટે રીક્ષા રાખતા હોય છે તે રિક્ષાને દૂર કરવાનું કહે તો પણ વેપારીઓની સાથે ઝઘડો કરે છે અને ગાળો આપે છે જેથી કરીને વેપારીઓની મુશ્કેલી વધી રહી છે આટલું જ નહીં અમુક રીક્ષામાં જુગાર પણ રમતા હોય છે અને પેસેન્જર ભરવા માટે જાહેરમાં બખેડો પણ કરતાં હોય છે

 

હાલમાં જે રિક્ષા સ્ટેન્ડ બનાવીને રીક્ષાઓ ઊભી રાખવામા આવે છે ખરેખર તેની પાલીકમાંથી એક વેપારી દ્વારા માહિતી માગવામાં આવી ત્યારે પાલિકામાં નાસ્તા ગલીમાં આવેલ રીક્ષા સ્ટેન્ડની માહિતી અને નેહરુ ગેટની આસ પાસ રીક્ષા સ્ટેન્ડની કોઈ માહિતી પાલિકાના ચોપડે બોલતું નથી જેથી કરીને વેપારીઓ માટે માથાના દુખાવા સમાન ગેરકાયદે બની ગયેલા રિક્ષા સ્ટેન્ડને હટાવવામાં આવે તેમજ દબાનોને દૂર કરવામાં આવે તેવી માંગ કરેલ છે વધુમાં વેપારીઓએ જણાવ્યુ છેકે, વાહન પાર્કિંગ માટે એકી અને બેકી તારીખ અમલમાં છે ત્યારે દુકાનો પાસે વેપારીઓ અને તેના ગ્રાહકોને વાહન પાર્ક કરવા માટે પણ રિક્ષા વાળા અને લારી ગલ્લા વાળા જગ્યા આપતા નથી અને માથાકૂટ કરે છે જેથી કરીને વહેલી તકે તમામ દબાનોને દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે




Latest News