મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ૨૬૦ મહિલાઓ માટે આશીર્વાદરૂપ બન્યું સખી વન સ્ટોપ સેન્ટર


SHARE













મોરબી જીલ્લામાં ૨૬૦ મહિલાઓ માટે આશીર્વાદરૂપ બન્યું સખી વન સ્ટોપ સેન્ટર

ભારત સરકાર પુરસ્કૃત અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા  "સખી વન સ્ટોપ સેન્ટર"યોજના ઓગસ્ટ૨૦૧૬થી શરૂ કરવામાં આવી છે. ભારતના દરેક જિલ્લામાં હોસ્પિટલ કેમ્પસની અંદર તેમજ  'સખી વન સ્ટોપ સેન્ટર'કાર્યરત કરવામાં આવ્યા છે. આ યોજના અંતર્ગત પીડીત-શોષિત મહિલાઓના સર્વાંગી ઉત્કર્ષ માટે તમામ રાજ્યમાં હિંસાથી પીડિત મહિલાઓને એક જ સ્થળેથી તાત્કાલિક આશ્રય તથા સંકલિત સેવાઓ ૨૪ x ૭ કલાક તથા ૩૬૫ દિવસ મળી રહે છે.

સખી વન સ્ટોપ સેન્ટર યોજનામાં જાહેર સ્થળખાનગી સ્થળ કે કુટુંબ સ્થળ પર કોઈપણ પ્રકારની હિંસાનો ભોગ બનેલ મહિલાઓ માટે આશ્રયસ્થાન સાબિત થાય છે. આ સેવાનો લાભ લેવા માટે કોઈપણ જાતના ભેદભાવ રાખવામાં આવતા નથી. મહિલાના વૈવાહિક દરજ્જોશૈક્ષણિક લાયકાત કે ઉમરના ભેદભાવ વિના સખીવન સ્ટોપ સેન્ટર યોજનાની સેવાનો લાભ લઈ શકે છે. જેમ કે ઘરેલુ હિંસાશારીરિક હિંસા,જાતિય હિંસામાનસિક હિંસાએસિડ એટેકમહિલાઓના અનૈતિક વ્યાપાર અન્ય કોઈપણ પ્રકારની હિંસાનો ભોગ બનેલ મહિલા વન સ્ટોપ સેન્ટર દ્વારા કોઈપણ સ્થળ પર જવા આવવા માટે વાહનની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત હિંસાથી અસરગ્રસ્ત મહિલાના તાત્કાલિક બચાવ અને તેના સુરક્ષિત સ્થાન પર પહોંચાડવા માટે સરકારની ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇનની વાનની પણ મદદ લેવામાં આવે છે.

મોરબી જિલ્લામાં 'સખી વન સ્ટોપ સેન્ટર વિશે માહિતી આપતા મહિલા અને બાળ અધિકારી કે.વી. કાતરીયાએ જણાવ્યું હતું કે, 'સખી વન સ્ટોપ સેન્ટરનાનવું નિર્મિત બિલ્ડીંગમાં માટે આશ્રય રૂમ તથા બે કાઉન્સેલિંગ રૂમ સહિતની આધુનિક સવલતો ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સેન્ટરમાં પીડિત મહિલાઓને  આશ્રય સાથે રહેવાનીભોજનચા-નાસ્તોકપડાઅન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુ પૂરી પાડવામાં આવે છે."

પીડીતાઓનો આત્મવિશ્વાસ વધે પોતાના જીવનનો નિર્ણય લઈ શકેહિંસા સામે ન્યાય મેળવી શકે તે માટે તજજ્ઞ કાઉન્સેલરો દ્વારા યોગ્ય પરામર્શ સાધી જરૂર પડ્યે તે પીડિત મહિલાઓને તમામ પ્રકારની તબીબી સહાય જેવી કેલેબોરેટરી,એક્સ- રેસોનોગ્રાફી ઇમર્જન્સી સારવાર તાત્કાલિક ધોરણે પૂરી પાડવામાં આવે છે. 'સખી વન સ્ટોપ સેન્ટરખાતે અત્યાર સુધીમાં ૨૬૦ મહિલાઓને આ યોજના આશીર્વાદરૂપ નીવડી અને આ યોજના હેઠળ આવતા મોટાભાગના કેસોમાં સમાધાન કરાવી પરિવાર સાથે મહિલાઓનું સુખદ મિલન કરાવવામાં આવે છે. પરિવાર સાથે પૂન: મિલન કરાવ્યા બાદ મહિલાને કોઈ અન્ય પરેશાનીઓનો સામનો કરવો પડે છે કે કેમપીડિત મહિલા પરિવાર સાથે ખુશ છેતે અંગે ફોન દ્વારા તેમજ ગૃહ મુલાકાત કરી સ્મયંતરે ફોલોઅપ પણ કરવામાં આવે છે.






Latest News