મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબી અને થાનમાં વરિયા પ્રજાપતિ સમાજનાં ૩૭ માં સમૂહ લગ્ન યોજાયા


SHARE













મોરબી અને થાનમાં વરિયા પ્રજાપતિ સમાજનાં ૩૭ માં સમૂહ લગ્ન યોજાયા

મોરબી અને થાનમાં વરિયા પ્રજાપતિ સમાજનો ૩૭ માં સમૂહલગ્ન યોજાતા હતા જેમાં સંતો મહંતો, અધિકરીઓ-પદાધિકારીઓ અને સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિ રહ્યા હતા અને ત્યારે મોરબીમાં ૧૮ અને થાનમાં ૧૪ નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને દિકરીઓને સોના-ચાંદી સહીત ૧૨૦ થી વસ્તુઓ કરિયાવરમાં આપી હતી

મોરબી અને થાનમાં વરિયા પ્રજપતિ સમાજનો ૩૭ મો સમૂહ લગ્ન યોજાય હતા જેમાં મોરબીમાં નેશનલ  હાઇવે પર રિવેરા સીરામીક ખાતે સમૂહ લગ્ન યોજાયા હતા જેમાં ૧૮ નવદંપતી પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ સમૂહ લગ્નના અધ્યક્ષ તરીકે ડો. માધુરીબેન ચેતનભાઈ વારેવાડીયા, ઉપાધ્યક્ષ તરીકે અનિલભાઈ અંદોદરીયા, હડમતીયા મહંત મેહુલદાસબાપુ, ડીડીઓ જે.એસ. પ્રજાપતિ, ડે. કલેકટર સુશીલ પરમાર, જેલ અધિક્ષક ડી.એમ. ગોહિલ. આરટીઓ અધિકારી રોહિત પ્રજાપતિ સહિતના અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સમૂહ લગ્નમાં વરિયા પ્રજાપતિ વિદ્યોત્તેજક મંડળ દ્વારા ભવ્ય પુસ્તક પ્રદર્શન રાખવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ સમૂહ લગ્નને સફળ બનાવવામાં પ્રમુખ ગોકળભાઇ ભોરણીયા, પ્રવીણભાઈ વારનેસીયા સહીતના કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી જયારે થાનમાં વરિયા પ્રજાપતિ સમાજ વાડી ખાતે સુરેન્દ્રનગર જિલ્લાનો સમૂહલગ્ન યોજાયો હતો. જેમાં ૧૪ નવદંપતી પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, સમારંભના પ્રમુખ નિવૃત ફોરેસ્ટ ઓફિસર હરજીવનભાઇ વરિયા, મહંત મેહુલદાસ બાપુ સહિતના ઉપસ્થિત રહી નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા. સમૂહલગ્નને સફળ બનાવવામાં સમાજના પ્રમુખ અમરશીભાઇ અંદોદરીયા સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી






Latest News