મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીની તાલુકા શાળા નં-૨ અને સરસ્વતી શિશુમંદિર ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાયો


SHARE













મોરબીની તાલુકા શાળા નં-૨ અને સરસ્વતી શિશુમંદિર ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાયો

પી.એમ. શ્રી તાલુકા શાળા નં ૨ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઊજવણી કરવામાં આવી હતી. જે ભૌતિકશાસ્ત્રી સી.વી. રમણે રમણ પ્રભાવ (Raman Effect)” શોધ અંગે ૨૮ ફેબ્રુઆરીના રોજ જાહેરાત કરી હતી. ત્યારથી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે મોરબી તાલુકા શાળા નં-૨ એસ.એમ.સી. અધ્યક્ષ નીતાબેન મકવાણાના હસ્તક વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવેલ છે જેનો હેતુ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રત્યે આકર્ષિત તેમજ પ્રોત્સાહિત કરવા અને સામાન્ય જનતાને વિજ્ઞાન અને વૈજ્ઞાનિક સિદ્ધિઓ પ્રતિ સજાગ રાખવાનો છે. આ વિજ્ઞાન પ્રદર્શનનો લાભ આજુ બાજુની શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વાલીઓએ લીધો હતો. અને ધોરણ ૬ થી ૮ ની વિદ્યાર્થીનીઓ દ્વારા વિજ્ઞાનના મોડલ, પ્રયોગ, ચાર્ટ અને વિવિધ વાસ્તવિક સમજાય તેવા વર્કિંગ મોડલ બનાવેલ હતા. અને શાળાના વિજ્ઞાન શિક્ષક નમ્રતાબેન અને સ્વાતિબેન બંનેના માર્ગદર્શનથી વિદ્યાર્થીનીઓ કૃતિઓ બનાવી હતી તેવી જ રીતે મોરબીના શકત સનાળા ખાતે આવેલી સરસ્વતી શિશુમંદિર ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિતે ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓએ ૮૦ થી વધુ કૃતિઓ રજૂ કરી હતી આ વિજ્ઞાનમેળામાં ખગોળ, ભૂગોળ, જ્યોતિષશાસ્ત્ર, આયુર્વેદ, જીવવિજ્ઞાન વગેરે વિભાગોની અંદર વિવિધ કૃતિઓ રજુ કરવામાં આવી હતી. ત્યારે વાલીઓએ પણ મોટી સંખ્યામાં વિજ્ઞાનમેળાની મુલાકાત લઈને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.






Latest News