મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રીના હાજરીમાં ટંકારા ખાતે ઓધોગિક સેમિનાર યોજાયો


SHARE













રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રીના હાજરીમાં ટંકારા ખાતે ઓધોગિક સેમિનાર યોજાયો

મોરબીના સીરામીક ઉદ્યોગમાં રો-મટીરીયલ રાજસ્થાનથી આવે છે ત્યારે હાલમાં કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જીન સરકારના રાજમાં રાજસ્થાનમાં પણ ભાજપનું શાસન છે તેવામાં ટંકારા નજીક એક હોટલમાં રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયાકુમારી સાથે મોરબીના સીરામીક ઉદ્યોગકારોને મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયાકુમારીએ સીરામીક ઉદ્યોગને રાજસ્થાનથી આવતા રો-મટીરીયલમાં મુશ્કેલી નિવારવા આગામી લોકસભા ચૂંટણી બાદ રેલવે પરિવહન સુવિધા વધારવા ઉપર ભાર મુક્યો હતો.

લોકસભા ચૂંટણી અંતર્ગત રાજકોટ, જામનગર અને પોરબંદર લોકસભા બેઠકની જવાબદારી રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયાકુમારીને સોંપવામાં આવી છે અને ટંકારામાં રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયાકુમારીની હાજરીમાં મોરબીના અગ્રણી સીરામીક ઉદ્યોગપતિ અને મોરબી સીરામીક એસો.પ્રમુખ કિરીટીભાઈ પટેલ, માજી પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા અને સહિત ૩૦ જેટલા આગેવાનોની હાજરીમાં ખજૂરા હોટલ ખાતે બેઠક યોજી હતી જેમાં રાજસ્થાનથી મોરબી આવતા રો-મટીરીયલ મામલે ચર્ચા વિચારણા કરી હતી અને લોકસભા ચૂંટણી બાદ સીરામીક ઉદ્યોગકારોને રાજસ્થાન આવવા આમંત્રણ તેઓએ પાઠવ્યું હતું.






Latest News