વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી નજીક પરિણીતાને ઝેરી દવા પીવડાવી જવલંતશીલ પ્રવાહી છાંટી સળગાવીને મારી નાખનાર સામે હત્યાનો ગુનો નોંધાયો


SHARE













મોરબી નજીક પરિણીતાને ઝેરી દવા પીવડાવી જવલંતશીલ પ્રવાહી છાંટી સળગાવીને મારી નાખનાર સામે હત્યાનો ગુનો નોંધાયો

 

મોરબી નજીકના નાનીવાવડી ગામથી બગથળ ગામ તરફ જવાના રસ્તા ઉપર મન દુઃખના કારણે યુવાનની પત્નીને ધરાર ઝેરી દવા પીવડાવી હતી અને જવલંતશીલ પ્રવાહી છાંટી સળગાવી દઈને મારી નાખી હતી જેથી કરીને મૃતક મહિલાના પતિ દ્વારા એક શખ્સની સામે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યા ની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના ભડીયાદ રોડ ઉપર જંગલેશ્વર મંદિરની બાજુમાં રહેતા દેવજીભાઈ પ્રવીણભાઈ પરમાર જાતે અનુ. જાતિ (૨૯) વાળાએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જ્યોતિન્દ્ર રજનીકાંત નાગર રહે. ભડીયાદ વાડી વિસ્તાર વાળાની સામે હત્યાની ફરીયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે આરોપીએ ફરિયાદીની પત્ની સંગીતાબેન અનુસૂચિત જાતિના હોવાનું જાણવા છતાં તેઓના પત્ની સાથે કોઈ મન દુઃખ થતા ફરિયાદીના પત્ની સંગીતાબેનને ગત તા ૧૧/૨ ના રોજ ધરાર ઝેરી દવા પીવડાવી દીધી હતી અને ત્યારબાદ શરીરે કોઈ જવલંતશીલ પ્રવાહી છાંટીને સળગાવી દઈને મારી નાખી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે આઈપીસી કલમ ૩૦૨, ૩૨૮ અને એટ્રોસિટીની કલમ ૩ (૨) (૫) મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News