મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરના પલાસડી ગામે બસ સ્ટેશન પાસે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોની ધરપકડ


SHARE







વાંકાનેરના પલાસડી ગામે બસ સ્ટેશન પાસે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોની ધરપકડ

વાંકાનેર તાલુકાના પલાસડી ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા ચાર શખ્સ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૦,૬૦૦ ની રોકડ સાથે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર તાલુકાના પલાસડી ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા મહેશભાઈ કરમશીભાઈ મદ્રેસાણીયા ૪૫, કાંતિલાલ કરમશીભાઈ મદ્રેસાણીયા ૩૮, રઘુભાઈ બચુભાઈ પીપળીયા ૫૫, અને કેશાભાઈ બચુભાઈ પીપળીયા ૫૬ રહે ચારેય પલાસડી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેતઈ તેની પાસેથી પોલીસે ૧૦,૬૦૦ ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી 

બાઇક ચોરી

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ગુજરાત સ્લમ બોર્ડ બ્લોક નંબર ૩૫ ની સામેની શેરીમાં બાઈક નંબર જીજે ૧૧ સીકે ૭૩૩૧  પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઇ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૫૦,૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની હાલમાં જયેશભાઈ બચુભાઈ ગોસ્વામી જાતે બાબાજી (૫૦)રહે લીલાપર રોડ ગુજરાત સ્લમ બોર્ડ બ્લોક નંબર ૩૫ વાળાએ મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News