મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત વાંકાનેરના સમથેરવા ગામ પાસેનો બનાવ: અજાણ્યા શખ્સોએ મારમારીને કરી અજાણ્યા યુવનની હત્યા મોરબી વાંકાનેર રોડે સરતાનપર રોડના ખૂણા પાસેથી ઓવરટેક કરતાં સમયે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ગંભીર ઇજા વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત
Breaking news
Morbi Today

મોરબી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી બાઈકની ચોરી કરનાર આરોપી પકડાયો


SHARE











મોરબી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી બાઈકની ચોરી કરનાર આરોપી પકડાયો

મોરબી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં બાઇકને પાર્ક કરવામાં આવ્યું હતુ જે બાઈકની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ચોરીની ફરિયાદ નોંધાયેલ હતી જેના આધારે પોલીસે ચોરાઉ બાઈકની સાથે આરોપીની રાજપર ચોકડી પાસેથી ધરપકડ કરવામાં આવેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ જામનગર જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીના ગુંગણ ગામે રહેતા અશોકભાઇ ડાયાભાઇ પરમાર જાતે અનુ.જાતી (૩૨)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને બાઇક ચોરીની કિશોરભાઇ અમૃતભાઇ તેરૈયા રહે. હડમતીયા તાલુકો ટંકારા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા ૨૭/૨ ના રોજ મોરબીમાં સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં બાઇક જીજે ૧૦ બીબી ૦૬૮૪ પાર્ક કરીને મૂક્યું હતું તે ૨૫ હજારની કિંમતના બાઈકની ચોરી કરવામાં આવી હતી જેની ફરિયાદ તે યુવાને તા ૩/૩ ના રોજ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધવેલ હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા અને આ ગુનામાં હાલમાં મોરબીની રાજપર ચોકડી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસે રહેલા બાઈકના કાગળો માટે સંતોષકારક જવાન આપ્યો ન હતો જેથી પોકેટ કોપથી સર્ચ કરતા બાઈક મોરબી સિવિલ હોસ્પિટલમાંથી ચોરી થયું હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે આરોપી કિશોર અમૃતભાઈ તેરૈયા (૪૫) રહે. હાલ હડમતીયા મૂળ રહે. આગરીયા તાલુકો રાજુલા વાળાની ધરપકડ કરેલ છે અને ચોરાઉ બાઇકને પણ કબ્જે કરવામાં આવેલ છે આ કામગીરી મોરબી એ ડીવીઝનના પીઆઈ એચ.એ. જાડેજાની સૂચના મુજબ પીએસઆઈ એ.વી. પાતળિયા તેમજ સ્ટાફના  રાજદીપસિંહ પ્રતાપસિંહ, કિશોરભાઈ મેણંદભાઈ, અંબાપ્રતાપસિંહ પ્રવીણસિંહ, ચકુભાઈ દેવશીભાઈ, ધર્મેન્દ્રભાઈ અંબારામભાઈ, સિદ્ધરાજસિંહ અનિરુદ્ધસિંહ, સિદ્ધરાજભાઈ કાનજીભાઈ, અરજણભાઈ મેહુરભાઈ અને તેજાભાઈ આણંદભાઈ સહિતના દ્વારા કરવામાં આવેલ છે

જીવાપર પાસે અકસ્માતમાં આધેડને ઇજા
મોરબી તાલુકાના જીવાપર-કેશવનગર રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જે બનાવમાં રામજીભાઈ હરજીવનભાઈ લોરીયા (૫૨) રહે. જરમર પેલેસ ઉમા ટાઉનશીપ સામાકાંઠે મોરબી-૨ ને ઇજા થતા અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા તેઓ કેશવનગરથી મોટરસાયકલ લઈને મોરબી આવતા હતા.ત્યારે જીવાપર-કેશવનગર રોડ ઉપર ચોકડી પાસે અન્ય બાઈક સાથે તેમનું મોટર સાયકલ અથડાતા અકસ્માત બનાવમાં ઈજા પામ્યા હતા. અને હોસ્પિટલ ખીતેથી યાદી આવતા તાલુકા પોલીસ મથકના જે.બી.પરમારે તપાસ કરી હતી.

ટીંબડી પાસે ટ્રક ચાલકને માર માર્યો
મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા ટીંબડી ગામ પાસે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ઉત્તરપ્રદેશના મથુરા ખાતેથી ટ્રક લઈને કામ સબબ મોરબી આવેલા સતીષકુમાર રામબાબુ પ્રજાપતિ (ઉંમર ૩૫) નામના ડ્રાઇવર યુવાનને ટીંબડી ગામના પાટીયા પાસે ઇકો કારમાં ચાલાકે ઝઘડો કરીને માર માર્યો હતો જેથી સતીષકુમાર પ્રજાપતિને સારવાર માટે અહીંની સરકારી હોસ્પિટલે બપોરના સાડા ત્રણ વાગ્યે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના વી.એસ.ડાંગરે બનાવની નોંધ કરીને આગળની તપાસ કરી હતી.






Latest News