મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરી રહેલા નેહુલ અમૃતિયાની તબિયત લથડી, સોમવારે તમામ ઉપવાસીઓના પારણા કરાવવાનું એલાન, આંદોલન પાર્ટ 3 માટે થશે મોટી જાહેરત મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં જૂની પેન્શન યોજના લાગુ કરવા શિક્ષકો સહિત કર્મચારીઓ ઓનલાઈન કામગીરીનો કરશે બહિષ્કાર


SHARE









મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા મહા મતદાન યોજાશે અને જિલ્લાના શિક્ષકો સહિત તમામ કર્મચારીઓ ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરી શટ ડાઉન,પેન અને ચોક ડાઉન કરશે

મોરબી, છેલ્લા ત્રણેક વર્ષથી શિક્ષકો સહિતના તમામ કર્મચારીઓ જૂની પેન્શન પુન: લાગુ કરવા માટે અને અન્ય પડતર પ્રશ્નો માટે આંદોલન ચલાવી રહ્યા છે,વિધાનસભાની ચૂંટણી પહેલાં પાંચ મંત્રીઓની કમિટીએ વર્ષ 2005 પહેલાં નિમણુંક પામેલા કર્મચારીઓને  જૂની પેન્શન યોજનામાં સમાવવાનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો હતો,વખતોવખત રજુઆત કરવા છતાં ઠરાવ બહાર પાડેલ નથી તેમજ એચ-ટાટ મુખ્ય શિક્ષકો નોકરીમાં લાગ્યા એને તેર તેર વર્ષના વાણા વાઈ ગયા અત્યાર સુધી અનેક બેઠકો, મિટિંગો થઈ ગઈ છતાં એચ-ટાટ મુખ્ય શિક્ષકોના નિયમો બહાર પાડ્યા ન હોય,શિક્ષકો સહિતના મોરબી જિલ્લાના તમામ કર્મચારીઓ પોતાની માંગણીઓ માટે મહા મતદાન કરશે જેમાં મોરબી જિલ્લાની તમામ પે સેન્ટર શાળાએ ચૂંટણી મથકમાં એક એક પ્રિસાઈડિંગ ઓફિસરની નિમણુંક કરવામાં આવેલ છે,પે સેન્ટર ઉપર તમામ શિક્ષકો તેમજ તલાટી મંત્રીઓ ગ્રામ્ય લેવલના અન્ય કર્મચારીઓ મત પત્રકમાં પોતાની માંગણીઓ સામે ટિક માર્ક કરી મતદાન કરશે એવી જ રીતે જિલ્લા પંચાયત અને જિલ્લા સેવાસદન ખાતે તેમજ તાલુકા પંચાયત અને તાલુકા સેવાસદન ખાતે પણ કર્મચારીઓ મતદાન કરશે,સમગ્ર જિલ્લામાં માટે પાંચ હજારથી વધુ મતપત્રો અને ૧૨૫ જેટલી મતપેટીઓ તૈયાર કરવામાં આવી છે.૬ માર્ચના રોજ તમામ શિક્ષકો સહિતના કર્મચારીઓ મહા મતદાન કરશે અને સાથે સાથે ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરી શટ ડાઉન, પેન ડાઉન, ચોક ડાઉન કરશે વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી, શિક્ષકોની ઓનલાઈન હાજરી, મધ્યાહ્નન ભોજનની ઓનલાઈન હાજરી તેમજ અન્ય કોઈપણ પ્રકારની ઓનલાઈન કામગીરીથી અળગા રહેશે.સમગ્ર દિવસ દરમ્યાન ચોકથી પણ અળગા રહી વિદ્યાર્થીઓને રમત ગમત અને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓ જ કરાવશે,સાંજે તમામ તાલુકાઓમાંથી મતપેટીઓ જિલ્લા મથકે આવશે અને જિલ્લા મથકે મતપત્રોની ગણતરી થશે અને રાજ્યકક્ષાએ રિપોર્ટિંગ કરવામાં આવશે આમ શિક્ષકો સહિતના તમામ કર્મચારીઓ હાલ પોતાની માંગણીઓ માટે લડી લેવાના મૂડમાં છે.






Latest News