મોરબીના ટીંબડી નજીક બાઇક અને કન્ટેનર વચ્ચે અકસ્માતમાં એકનું આધેડનું મોત, બેને ઇજા ટંકારાના નેકનામ-પડધરી રોડ ઉપર પંચર પડેલા ટ્રકમાંથી દારૂની નાની-મોટી 14,352 બોટલ મળી, ટ્રક ચાલક સહિત બે સામે ગુનો નોંધાયો મોરબીમાં સાયન્સ કોલેજ પાછળ કારખાના પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી અને વાંકાનેર શહેરમાં અપમૃત્યુના જુદાજુદા ત્રણ બનાવમાં ત્રણ યુવાનના મોત હળવદમાં કૌટુંબિક બહેનનો પીછો કરતો હોવાની શંકા રાખીને યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો ટંકારાના નસીતપર ગામે ધરતી સ્પિનિંગ મિલમાં પગારના બાકી રૂપિયા માંગતા યુવાનને માર પડ્યો ! વાંકાનેરની અમરસર ફાટક પાસે જામનગરની બે મહિલા 4 બોટલ દારૂ-107 બીયરના ટીન સાથે ઝડપાઇ મોરબીમાં જુદા જુદા ત્રણ વાહનમાંથી દારૂની 9924 બોટલો મળી: દારૂ અને વાહન સહિત 57.43 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો, પાંચની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી: ડો.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ દ્વારા સીધા ધિરાણ યોજના હેઠળ ૧૨ અંત્યોદય જાતીના વ્યક્તિઓની અરજીઓ મંગાવાઈ


SHARE











મોરબી: ડો.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ દ્વારા સીધા ધિરાણ યોજના હેઠળ ૧૨ અંત્યોદય જાતીના વ્યક્તિઓની અરજીઓ મંગાવાઈ

ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અ.જા.)ગાંધીનગર (ગુજરાત સરકારનું જાહેર સાહસ) દ્વારા તાજેતરમાં રાજ્યના અનુંસુચિત જાતી પૈકી ૧૨ અંત્યોદય જાતીઓ હાડી, નાડિયા, સેનવા - સેનમા - શેનવા - ચેનવા - રાવત, તુરી, ગરો - ગરોડા - ગુરૂબ્રામણ - ગરવા, વણકર સાધુ, અનુંજાતિના બાવા, થોરી, તીરગર - તીરબંધ, તુરી બારોટ, માતંગ, વાલ્મીકી (સફાઈ કામદાર સિવાયના) (અતિ પછાત) વ્યકિતીઓને સ્વરોજગારી પુરી પાડવાના હેતુથી નિગમ દ્રારા નાના ધંધા/વ્યવસાય ધિરાણ, પશુપાલન, પેસેન્જર વાહન/માલવાહક વાન અને મહિલા સમૃધ્ધિ યોજના હેઠળ ઓનલાઈન અરજીઓએ મંગાવવામાં આવે છે.

મોરબી જિલ્લામાં પાત્રતા ધરાવતા વ્યક્તિઓ તા. ૨૩/૩/૨૦૨૪ સુધીમાં નિગમની વેબસાઈટ https://sje.gujarat.gov.in/gapb પર જરૂરી સાધનીક કાગળો અપલોડ કરી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી મંજુર થયા બાદ અરજદારે અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી જરૂરી આધાર - પુરાવા સહિત જિલ્લા મેનેજર, ડો. અંત્યોદય વિકાસ નિગમ અને નાયબ નિયામક (અ.જા.ક), કચેરી નં. ૪૬/૪૭, જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, મોરબી ખાતે તા.૩૧/૦૩/૨૦૨૪ નાં રોજ ૧૮:૦૦ કલાક સુધીમાં જમા કરાવવાની રહેશે. વધુ માહિતી માટે વેબસાઈટની મુલાકાત લેવા અથવા કચેરી સમય દરમ્યાન કચેરીનો સંપર્ક કરવા ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ અને નાયબ નિયામક અનુસુચિત જાતી કલ્યાણ કચેરી જિલ્લા મનેજરની યાદીમાં જણાવાયું છે.






Latest News