ટંકારામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઇ: રેલીમાં હજારો લોકો જોડાયા વાંકાનેર એસટી ડેપો ખાતે વૃક્ષારોપણ અને સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં જુગારની ત્રણ રેડ, ૧૭ જુગારી પકડાયા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે સતત બીજી વખત દિનેશભાઇ હૂંબલ બિનહરીફ હળવદ પત્રકાર એસો. આયોજીત સર્વરોગ નિદાન કેમ્પમાં 770 દર્દીઓએ સારવાર લીધી, 30 લોકોએ અંગદાનનો સંકલ્પ કર્યો અને 110 બોટલ રક્ત એકત્રિત મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે ૨૯મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ ૨૦૨૧ યોજાઈ


SHARE







મોરબીના આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે ૨૯મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ ૨૦૨૧ યોજાઈ

૨૯'મી નેશનલ સાયન્સ કોંગ્રેસનું આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે જાણીતા ખગોળ શાસ્ત્રી અને વૈજ્ઞાનિક તેમજ મુંબઈ સ્થિત ધ ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના પ્રમુખ ડો.જે.જે.રાવલની અધ્યક્ષતામાં આ કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં ૫૫૪ જેટલા બાળ વૈજ્ઞાનિકો અને પ્રતિસ્પર્ધીઓમાંથી વિદ્યાર્થીઓએ વિવિધ પ્રોજેક્ટ્સપેપર પ્રેઝન્ટેશન નિર્ણાયક કમિટી સમક્ષ રજુ કરેલ હતા આ પ્રસંગે પોતાના પ્રસંગોચિત ઉદબોધનમાં જાણીતા ખગોળ શાસ્ત્રી ડો.જે.જે.રાવલે બાળકોમાં છુપાયેલ રચનાત્મક  શકિત બહાર આવે અને તેઓની સર્જનાત્મક શકિતને પ્રોત્સાહન રુપ પ્રેરક  આયોજન બદલ આયોજકોને અને ખાસ કરીને બાળ વૈજ્ઞાનિક સાંસદમાં પોતાના સુંદર  પ્રોજેક્ટ રજુ કરનાર બાળ વૈજ્ઞાનિકો અને તેમના શિક્ષકગણ, શાળા પરિવારને અભિનંદન આપ્યા હતા અને બાળકોએ ૨૯મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સમાં કૃષિ,પાવર,રોડ ટ્રાફિક મેનેજમેન્ટ,બિન પરંપરાગત ઊર્જા સ્ત્રોત,સોલાર ,સ્વચ્છતા અભિયાન થી લઇ  બ્રહ્માંડ અને અવકાશીય વિજ્ઞાનથી લઇ જંકફૂડ થી લઇ વિસરાતી જતી ભારતીય સંસ્કૃતિની આગવી ઓળખ સમાન લોકકલા,લોક વાદ્યોથી લઇ ભવાઈ કલાથી લઇ અનેકવિધ વિષય પર પોતાના અવનવા  પ્રોજેક્ટ ઉત્સાહ, ઉમંગ અને ઉત્કંઠા સાથે વિદ્યાર્થીઓએ રજુ કરેલ હતા આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્રના લલિતભાઈ ભટ્ટ તેમજ દીપેન ભટ્ટ સહિતનાએ જહેમત ઉઠાવી હતી






Latest News