મોરબીમાં કાલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-જય મહાકાલ સતવારા મિત્ર મંડળ દ્વારા શસ્ત્ર પુજન કરાશે
મોરબીમા ઝુલતા પુલ નીચે નદીમાં ડૂબી જવાથી ટંકરાના યુવાનનું મોત
SHARE
મોરબીમા ઝુલતા પુલ નીચે નદીમાં ડૂબી જવાથી ટંકરાના યુવાનનું મોત
મોરબીમાંથી પસાર થતી મચ્છુ નદીમાં ઝુલતા પુલ નીચે ગઇકાલે ટંકારાનો યુવાન ન્હાવા માટે ગયો હતો ત્યારે કોઈ કારણોસર પાણીમાં ડૂબી જવાના લીધે આ યુવાનનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે સિવિલે ખસેડીને બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા દ્રારકાધીશ જીનની બાજુમાં રહેતો રઘુભાઇ ગોરધનભાઇ કુંઢીયા (ઉ.૩૫) ગઇકાલે મોરબીમાંથી પસાર થતી મચ્છુ નદીમાં ઝુલતા પુલ નીચે પાણીના કોઝવેમાં ન્હાવા માટે ગયો હતો ત્યારે કોઈ કારણોસર પાણીમાં ડૂબી જવાના લીધે આ યુવાનનું મોત નીપજયું હતું અને તેની બોડીને તરવૈયાઓની મદદથી પાણીમાંથી બાહર કાઢવામાં આવી હતી અને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને તે બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને બનાવની જાણ કરવામાં આવતા બી ડીવીજન પોલીસ મથકના ફિરોજભાઇ સુમરાએ બનાવની નોંધ કરીને તપાસ શરૂ કરતા ખુલ્યુ હતું કે મૃતક યુવાન તેના કૌટુંબિક સગાની સાથે ટંકારાથી કપડાની ખરીદી કરવા માટે મોરબી આવ્યો હતો અને તેઓ મોરબીની મચ્છુ નદીમાં ન્હાવા માટે ગયા હતા તે દરમિયાનમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું છે જેને પગલે બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.