મોરબીના ટીંબડી નજીક બાઇક અને કન્ટેનર વચ્ચે અકસ્માતમાં એકનું આધેડનું મોત, બેને ઇજા ટંકારાના નેકનામ-પડધરી રોડ ઉપર પંચર પડેલા ટ્રકમાંથી દારૂની નાની-મોટી 14,352 બોટલ મળી, ટ્રક ચાલક સહિત બે સામે ગુનો નોંધાયો મોરબીમાં સાયન્સ કોલેજ પાછળ કારખાના પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી અને વાંકાનેર શહેરમાં અપમૃત્યુના જુદાજુદા ત્રણ બનાવમાં ત્રણ યુવાનના મોત હળવદમાં કૌટુંબિક બહેનનો પીછો કરતો હોવાની શંકા રાખીને યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો ટંકારાના નસીતપર ગામે ધરતી સ્પિનિંગ મિલમાં પગારના બાકી રૂપિયા માંગતા યુવાનને માર પડ્યો ! વાંકાનેરની અમરસર ફાટક પાસે જામનગરની બે મહિલા 4 બોટલ દારૂ-107 બીયરના ટીન સાથે ઝડપાઇ મોરબીમાં જુદા જુદા ત્રણ વાહનમાંથી દારૂની 9924 બોટલો મળી: દારૂ અને વાહન સહિત 57.43 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો, પાંચની શોધખોળ
Breaking news
Morbi Today

હળવદના રણમલપુર ગામે ટ્રેક્ટરનું હાઇડ્રોલિક રિપેર કરતાં સમયે તેમાં આવી ગયેલા યુવાનનું મોત


SHARE











હળવદના રણમલપુર ગામે ટ્રેક્ટરનું હાઇડ્રોલિક રિપેર કરતાં સમયે તેમાં આવી ગયેલા યુવાનનું મોત 

હળવદ તાલુકાના રણમલપુર ગામની સીમમાં યુવાન પોતાની વાડીમાં ટ્રેકટર વડે ખેતી કામ કરી રહ્યો હતો ત્યારે ટ્રેક્ટરનું હાઇડ્રોલિક ખરાબ થઈ જતા ટ્રેક્ટર ઊભું રાખીને તે રીપેર કરતો હતો દરમિયાન હાઇડ્રોલિકમાં તે યુવાન આવી ગયો હતો જેથી તેને પેટના ભાગે ગંભીર ઇજા થઈ હતી માટે તેને સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મૃતક યુવાનના ભાઈ દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા સુરેશભાઈ તળશીભાઇ વરમોરા જાતે પટેલ (૪૫) નામનો યુવાન રણમલપુર ગામની ખારી વાડી સીમમાં આવેલ પોતાની વાડીએ ટ્રેક્ટર વડે ખેતી કામ કરી રહ્યો હતો ત્યારે ટ્રેક્ટરનો હાઇડ્રોલિક ખરાબ થઈ ગયું હતું જેથી ટ્રેક્ટર ઊભું રાખીને તે રીપેર કરતો હતો દરમિયાન તે હાઇડ્રોલિકમાં આવી જતા તેને પેટના ભાગે ગંભીર થઈ હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ મૃતક યુવાનના મોટાભાઈ રમેશભાઈ તળશીભાઇ વરમોરા જાતે પટેલ (૫૦) રહે. રણમલપુર વાળાએ હળવદ તાલુકા પોલીસને આ બનાવની જાણ કરી હતી જેની પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

છરી વડે ઇજા કરી

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગરમાં રહેતા મુકેશ ગોરધનભાઈ સુરેલા (૨૪) નામના યુવાને પોતે પોતાની જાતે કોઈ કારણોસર છરી વડે હાથના ભાગે ઇજા કરી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે.






Latest News