મોરબીના ટીંબડી નજીક બાઇક અને કન્ટેનર વચ્ચે અકસ્માતમાં એકનું આધેડનું મોત, બેને ઇજા ટંકારાના નેકનામ-પડધરી રોડ ઉપર પંચર પડેલા ટ્રકમાંથી દારૂની નાની-મોટી 14,352 બોટલ મળી, ટ્રક ચાલક સહિત બે સામે ગુનો નોંધાયો મોરબીમાં સાયન્સ કોલેજ પાછળ કારખાના પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી અને વાંકાનેર શહેરમાં અપમૃત્યુના જુદાજુદા ત્રણ બનાવમાં ત્રણ યુવાનના મોત હળવદમાં કૌટુંબિક બહેનનો પીછો કરતો હોવાની શંકા રાખીને યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો ટંકારાના નસીતપર ગામે ધરતી સ્પિનિંગ મિલમાં પગારના બાકી રૂપિયા માંગતા યુવાનને માર પડ્યો ! વાંકાનેરની અમરસર ફાટક પાસે જામનગરની બે મહિલા 4 બોટલ દારૂ-107 બીયરના ટીન સાથે ઝડપાઇ મોરબીમાં જુદા જુદા ત્રણ વાહનમાંથી દારૂની 9924 બોટલો મળી: દારૂ અને વાહન સહિત 57.43 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો, પાંચની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર નદી ગામે પારકી જમીન ખેડી નાખી !: નુકશાનીની કરાઇ ફરિયાદ


SHARE











મોરબીના રવાપર નદી ગામે પારકી જમીન ખેડી નાખી !: નુકશાનીની કરાઇ ફરિયાદ

મોરબીના રવાપર નદી ગામે ખેતીની બ્રાહ્મણ પરિવારની જમીન આવેલ છે તે જમીન  ખેડી નાખી એક શખ્સ દ્વારા ઘાસચારો સાફ કરી નાખવામાં આવેલ છે જેથી કરીને ખેતીની જમીનમાં નુકશાન કર્યાની ભોગ બનેલા પરિવારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના અમરનગર ગામે રહેતા અને ખેતી કરતાં ખેલશંકરભાઈ લીલાધરભાઈ મહેતાની રવાપર નદી ગામે માલિકીની ખેતીની જમીન આવેલ છે તેમાં ઉગેલ ઘાસચારો અને લાકડા લઈ જઈ આરોપી દેવજીભાઈ ગોવાભાઈ રબારી રહે. રવાપર નદી વાળાએ ખેતર ખેડી નાખીને નુકશાન કર્યું છે જેથી કરીને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ખેલશંકરભાઈએ ફરિયાદ નોંધાવેલ છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

અકસ્માતમાં ઇજા
મોરબીના માધાપર શેરી નં-૧૧ માં રહેતા પ્રફુલાબેન મનોજભાઈ ભટ્ટી (૫૦) નામના મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને મોરબીના વાવડી રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે મોરબીના વાવડી રોડ ઉપર કોઈ કારણસર તે બાઈકમાંથી નીચે પટકાતા અકસ્માતના બનાવમાં તેમને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

અકસ્માતમાં ઇજા
મોરબીના ધરમપુર રોડ ઉપર આવેલ શિવ પાર્ક સોસાયટીમાં રહેતા સંજયભાઈ નાનજીભાઈ નામના વ્યક્તિ બાઈક લઈને મોરબીમાં સામાકાંઠે આવેલ લક્ષ્મીનગર સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અકસ્માતના બનાવમાં ઈજા થવાથી સંજયભાઈને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વિજયભાઈ મિયાત્રા ચલાવી રહ્યા છે. 






Latest News