મોરબીના રવાપર નદી ગામે પારકી જમીન ખેડી નાખી !: નુકશાનીની કરાઇ ફરિયાદ
મોરબીના સિનિયર એડવોકેટ નિકુંજભાઈ કોટક, રાજુભાઈ બદ્રકિયા, પ્રકાશભાઈ વ્યાસ સહિતનાઓની નોટરી પદે વરણી, ચોમેરથી શુભેચ્છા વર્ષા
SHARE
મોરબીના સિનિયર એડવોકેટ નિકુંજભાઈ કોટક, રાજુભાઈ બદ્રકિયા, પ્રકાશભાઈ વ્યાસ સહિતનાઓની નોટરી પદે વરણી, ચોમેરથી શુભેચ્છા વર્ષા
મોરબીના જાણીતા સિનિયર એડવોકેટ નિકુંજભાઈ કોટક, રાજુભાઈ બદ્રકિયા, પ્રકાશભાઈ વ્યાસ સહિતના સિનિયર એડવોકેટ તેમજ યુવા એડવોકેટસ સહિત જિલ્લામાં અનેક એડવોકેટની નોટરી તરીકે વરણીઓ થયેલ છે ત્યારે તેમના સગા-સ્નેહીઓ અને વકીલમિત્રો દ્વારા તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.ગુજરાત રાજ્યમાં મોરબી જિલ્લાના નોટરી તરીકે ભારત સરકાર દ્વારા મોરબીના અનેક સિનિયર તથા યુવા એડવોકેટની નોટરી તરીકે વરણીઓ કરવામાં આવેલ છે.
એડવોકેટ નિકુંજ પૂનમચંદ કોટકની નોટરી તરીકે વરણી
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્ય માટે નોટરી તરીકે સિનિયર વકીલોની નિમણુક કરવામાં આવેલ છે.જેમાં મોરબીમાં જનસંઘના પાયાના પત્થર તેવા સ્વ.એડવોકેટ પુનમચંદભાઇ કોટકના પુત્ર તેમજ ભાજપ આગેવાન એડવોકેટ નિકુંજ પૂનમચંદ કોટકનીની નોટરી તરીકે નિમણૂક કરવામાં આવેલ છે.તેઓની નિમણુક થતા સાથી વકીલ મિત્રો, તેમનો પરિવાર અને સગા-સ્નેહીઓ અને સમાજના તમામ વર્ગના અગ્રણીઓ તરફથી તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
એડવોકેટ રાજેશભાઈ બદ્રકિયાની નોટરી તરીકે નિમણુંક
મોરબીના રહીશ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબીના અગ્રણી કાર્યકર્તા રાજેશભાઈ હિરાલાલ બદ્રકિયાની ભારત સરકારના નોટરી તરીકે નિમણુંક થયેલ છે.તેઓ સમાજની જુદી-જુદી સંસ્થાઓ સાથે સેવાકાર્યમાં સતત જોડાયેલા છે.મોરબી જિલ્લાના ચાઈલ્ડ વેલફેર કમિટીના પૂર્વ ચેરપર્સન, મોરબી વકીલ મંડળના પૂર્વ સેક્રેટરી, ગુર્જર સુથાર વિદ્યાર્થી ભવનના પૂર્વ ખજાનચી-મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે.હાલ જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ મોરબીના સભ્ય તરીકે, મોરબી જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના સેક્રેટરી, રાજકોટ નાગરિક સહકારી બેંક મોરબીના પેનલ એડવોકેટ તરીકે કાર્યરત છે.સમાજના તમામ અગ્રણીઓ તરફથી તેઓને શુભેચ્છા મળી રહી છે.
એડવોકેટ નિતીનકુમાર પંડ્યાની નોટરી તરીકે નિમણૂંક
મોરબી કોર્ટમાં પ્રેક્ટિસ કરતા યુવા એડવોકેટ નિતીનકુમાર અમૃતલાલ પંડ્યાની ભારતની કેન્દ્ર સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે. નિતીનકુમારે વર્ષ-૨૦૦૨ માં બી.કોમ. પૂર્ણ કરી વર્ષ ૨૦૦૫ માં એલએલબી કર્યું. તેઓને વર્ષ-૨૦૦૬ માં એડવોકેટ તરીકે સનદ મળ્યા બાદ પણ અભ્યાસ ચાલુ રાખી વર્ષ-૨૦૧૨ માં એલએલએમ ક્રિમિનલ અને વર્ષ-૨૦૧૮ માં એલએલએમ હુમન રાઈટ કર્યું.તેઓ મોરબી કોર્ટમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે.હાલ તેઓ મોરબી શહેર બીજેપી લીગલ સેલમાં ઉપપ્રમુખ તરીકે પોતાની સેવા આપી રહ્યા છે.કેન્દ્ર સરકાર દ્વારા તેમની નોટરી તરીકે નિમણૂક કરવામાં આવતા તેમના સગા સંબંધીઓ, મિત્ર વર્તુળ દ્રારા તેમના ઉપર સતત શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.
એડવોકેટ નિશિથ પંડયાની નોટરી તરીકે વરણી
મોરબીના રાજપર ગામના વતની અને જાણીતા એડવોકેટ નિશિથ પંડયાની ભારત સરકાર દ્રારા નોટરી તરીકે વરણી કરવામાં આવેલ છે.નિશિથભાઇ પંડયાની નોટરી તરીકે નિમણુંક થતા સાથી વકીલ મિત્રો, તેમના પરિવારજનો, સગા-સ્નેહીઓ તેમજ મિત્ર મંડળ દ્રારા તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે.બાર એસોસીએશનમાં પણ તેઓએ મહત્વપુર્ણ ભુમિકા ભજવેલ છે.
એડવોકેટ પી.ડી.માનસેતાની નોટરી તરીકે વરણી
મોરબી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના મેમ્બર્સ પ્રાણલાલ ધનજીભાઈ માનસેતાની પણ કેન્દ્ર સરકારમા નોટરી તારીખે સિલેકશન નિમણુંક થયેલ છે અને કેન્દ્રમા રહેલ ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તેઓએ આભાર માન્યો હતો."સૌનો સાથ સૌનો વિકાસ" ના સૂત્રને ભાજપે સાર્થક કરી બતાવેલ છે.તેમ પી.ડી.માનસેતા એડવોકેટ અને નોટરી ગુજરાત હાઇકોર્ટે યાદીમાં જણાવેલ છે.તેમના શુભેચ્છકો તેઓને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
એડવોકેટ ખ્યાતીબેન જાદવની નોટરી તરીકે નિમણુંક
મોરબી મ.ક.સ.સુ.જ્ઞાતિના ચમનલાલ વેલજીભાઈ જાદવના પુત્રવધુ અને મનિષભાઈ ચમનલાલ જાદવના પત્નિ ખ્યાતીબેન મનિષભાઈ જાદવએ એલએલબી પરીક્ષા ઉતિર્ણ કરીને દિલ્હી ખાતેના ઓનલાઇન ઈન્ટરવ્યુંમાં સફળતાપુર્વક પાસ થઈને નોટરી તરીકે પસંદગી પામીને જાદવ પરિવાર તથા મોરબી મ.ક.સ.સુ.દરજી જ્ઞાતિનું ગૉરવ વધાયુઁ છે.મોરબી જ્ઞાતિ-ટ્રસ્ટના દરેક જ્ઞાતિલક્ષી કાર્યોમાં હંમેશા તન, મન, ધનથી સહકાર આપવા માટે તત્પર એવા જાદવ પરિવારના પુત્રવધુ ખ્યાતીબેનની આ વિશેષ સિધ્ધિ બદલ મોરબી જ્ઞાતિ-ટ્રસ્ટ તથા મોરબી-જ્ઞાતિજનોએ તેમને અનેકાનેક શુભકામનાઓ અને ઉચ્ચ પ્રગતિ માટે અઢળક શુભેચ્છાઓ પાઠવેલ છે.
એડવોકેટ રાધિકા મીરાણીની નોટરી તરીકે નિમણુંક
મોરબીમાં એડવોકેટ તરીકે પ્રેક્ટીસ કરતા મહિલા એડવોકેટ રાધિકા જયંતીલાલ મિરાણીની ભારત સરકારના નોટરી તરીકે નિમણુક કરવામાં આવી છે. રાધિકાબેન મિરાણીની નોટરી તરીકે નિમણુક થતા સાથી વકીલ મિત્રો, તેમનો પરિવાર અને સ્નેહીઓએ તેઓને શુભેચ્છાઓ પાઠવેલ છે.
એડવોકેટ ચંદ્રેશ ખાણધરની નોટરી તરીકે નિમણુક
મોરબીના યુવા એડવોકેટ ચંદ્રેશ જે. ખાણધરની ભારત સરકારના નોટરી તરીકે નિમણુક કરવામાં આવી છે.ચંદ્રેશભાઈ ખાણધર અભ્યાસ બાદ યુવા વયે જ એડવોકેટના વ્યવસાયમાં જોડાયા અને નાની ઉમરમાં જ તેઓએ સારી એવી નામના મેળવેલ છે.તેઓની નોટરી તરીકે નિમણુંક થતા પરિવારના સભ્યો, મિત્રો અને એડવોકેટ મિત્રો તેઓને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
પી.વી.વ્યાસની નોટરી તરીકે નિમણુંક
મોરબી અને માળીયા કોર્ટમાં રેગ્યુલર પ્રેક્ટીસ કરતા એડવોકેટ પ્રકાશભાઈ વી. વ્યાસની ભારત સરકાર દ્વારા તાજેતરમાં લેવાયેલી નોટરીની પરીક્ષામાં પાસ થતાં નોટરી તરીકે નિમણૂક થતાં સર્વે વકીલ મિત્રમાં હર્ષની લાગણી છવાયેલ છે.તેઓ છેલ્લા ૨૪ વર્ષથી કોર્ટ પ્રેક્ટીસ કરી રહ્યા છે.તેમજ અનેક વખત મોરબી બાર એસો.ના ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે.
એડવોકેટ અશોક દામણીની નોટરી તરીકે નિમણુંક
મોરબીમાં એડવોકેટ તરીકે પ્રેક્ટીસ કરતા એડવોકેટ અશોકભાઇ દામણીની ભારત સરકારના નોટરી તરીકે નિમણુંક કરવામાં આવેલ છે.અશોક દામાણીની નોટરી તરીકે નિમણુક થતા સાથી વકીલ મિત્રો, તેમના પરિવારજનો અને સગા સ્નેહીઓએ તેઓને શુભેચ્છાઓ પાઠવેલ છે.
એડવોકેટ હેતલબેન બારેજીયાની નોટરી તરીકે વરણી
મોરબીમાં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્ય માટે નોટરી તરીકે સિનિયર વકીલોની નિમણુક કરવામાં આવી રહી છે.દરમિયાનમાં મોરબીના યુવા એડવોકેટ હેતલબેન નિખીલભાઈ બારેજીયાની મોરબીમાં નોટરી તરીકે વરણી કરવામાં આવતા મોરબીના એડવોકેટ મિત્રો તેમજ તેમના સગા-સ્નેહીઓ નવનિયુકત યુવા નોટરી એન્ડ એડવોકેટ હેતલબેન બારેજીયાને શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવી રહયા છે.
એડવોકેટ કમલેશગીરી ગોસ્વામીની નોટરી તરીકે વરણી
મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી જ્ઞાતિ ટ્રસ્ટી મંડળના કારોબારી સદસ્ય અને શ્રી ગુરુ શંકરાચાર્ય દશનામ ગોસ્વામી સમાજ સેવા સમિતિ રાષ્ટ્રીયના મોરબી શહેર અધ્યક્ષ એડવોકેટ કમલેશગીરી નટવરગીરી ગોસ્વામીની સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા નોટરી એડવોકેટ તરીકે નિમણૂક થવા બદલ મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ જ્ઞાતિ ટ્રસ્ટી મંડળ તેમજ સાથી વકીલ મિત્રો, તેમના પરિવારજનો અને સગા સ્નેહીઓએ તેઓને શુભેચ્છાઓ પાઠવેલ છે.
એડવોકેટ યતીનભાઈ દવેની નોટરી તરીકે વરણી
મોરબીના પ્રખર એડવોકેટ યતીનભાઈ દવેની તાજેતરમાં ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણુંક થતા એડવોકેટ મિત્રો તેમજ તેમના સગા-સ્નેહીઓ દ્રારા નવનિયુકત યુવા નોટરી એન્ડ એડવોકેટ યતીનભાઈ દવેને શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવી રહયા છે.









