મોરબીના ટીંબડી નજીક બાઇક અને કન્ટેનર વચ્ચે અકસ્માતમાં એકનું આધેડનું મોત, બેને ઇજા ટંકારાના નેકનામ-પડધરી રોડ ઉપર પંચર પડેલા ટ્રકમાંથી દારૂની નાની-મોટી 14,352 બોટલ મળી, ટ્રક ચાલક સહિત બે સામે ગુનો નોંધાયો મોરબીમાં સાયન્સ કોલેજ પાછળ કારખાના પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી અને વાંકાનેર શહેરમાં અપમૃત્યુના જુદાજુદા ત્રણ બનાવમાં ત્રણ યુવાનના મોત હળવદમાં કૌટુંબિક બહેનનો પીછો કરતો હોવાની શંકા રાખીને યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો ટંકારાના નસીતપર ગામે ધરતી સ્પિનિંગ મિલમાં પગારના બાકી રૂપિયા માંગતા યુવાનને માર પડ્યો ! વાંકાનેરની અમરસર ફાટક પાસે જામનગરની બે મહિલા 4 બોટલ દારૂ-107 બીયરના ટીન સાથે ઝડપાઇ મોરબીમાં જુદા જુદા ત્રણ વાહનમાંથી દારૂની 9924 બોટલો મળી: દારૂ અને વાહન સહિત 57.43 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો, પાંચની શોધખોળ
Breaking news
Morbi Today

લોકસભાની ચૂંટણીમાં નામ જાહેર થયા બાદ સાંસદ વિનોદભાઈ ચાવડાનો મોરબી ખાતે ભવ્ય રોડ શો-સભા યોજાઈ : ઠેર ઠેર સ્વાગત


SHARE











લોકસભાની ચૂંટણીમાં નામ જાહેર થયા બાદ સાંસદ વિનોદભાઈ ચાવડાનો મોરબી ખાતે ભવ્ય રોડ શો-સભા યોજાઈ : ઠેર ઠેર સ્વાગત

કચ્છ મોરબીના સાંસદ અને આગામી લોકસભાની ચૂંટણીના ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડા આજે મોરબીના આંગણે આવ્યા હતા ત્યારે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય સહિતના ભાજપ પરિવારના લોકો દ્વારા તેમનો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને મોરબીના સનાળા રોડ ઉપરથી રેલી યોજાઇ હતી.

આગામી લોકસભાની ચૂંટણી જાહેર થવાની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા સમગ્ર દેશની અંદર ૧૯૦ કરતાં વધુ બેઠકો ઉપર તેના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે જેમાં કચ્છ મોરબી બેઠકના ઉમેદવાર તરીકે કચ્છના વર્તમાન સાંસદ વિનોદભાઈ ચાવડાનું ભાજપના ઉમેદવાર તરીકે નામ જાહેર કરવામાં આવ્યું છે અને તેઓનું નામ જાહેર કરવામાં આવ્યા બાદ આજે તેઓ પ્રથમ વખત મોરબીના આંગણે આવ્યા હતા ત્યારે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિરથી લઈને મોરબીના વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશીપ સુધી વિશાળ રેલી યોજાઇ હતી જેમાં મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા અને નરેન્દ્રસિંહ ઝાલા મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સાગરભાઇ સદાતીયા, મોરબી શહેર યુવા ભાજપના પ્રમુખ જયદીપભાઇ કંડિયા, મોરબી શહેર ભાજપના મહામંત્રી રસિકભાઈ કૈલા અને ભાવેશભાઈ કંઝારીયા, સહિત ભાજપ પરિવારના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા અને સનાળા રોડથી લઈને ઉમા ટાઉનશીપ સુધીના રસ્તા ઉપર જય શ્રી રામના નારા મુંજી ઉઠ્યા હતા અને ખાસ કરીને વિનોદભાઈ ચાવડાએ તેઓને ત્રીજી વખત સાંસદની ચૂંટણી માટે ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે વિકાસના કામો કરવામાં આવ્યા છે તેને ધ્યાને રાખીને જંગી બહુમતી સાથે તેઓ આ બેઠક ઉપરથી ચૂંટાય આવશે અને દેશમાં ત્રીજી વખત નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.






Latest News